Sunday, May 18, 2025
Google search engine
HomeNewsGujaratગુજરાત કાંઠાનજીક પાકિસ્તાની ડ્રગ્સ-દાણચોરોની ધરપકડ; બોટ જપ્ત

ગુજરાત કાંઠાનજીક પાકિસ્તાની ડ્રગ્સ-દાણચોરોની ધરપકડ; બોટ જપ્ત

પોરબંદરઃ ATS ગુજરાત સાથે સંયુક્ત રીતે ગુપ્તચર આધારિત હાથ ધરવામાં આવેલા મોટા ઓપરેશનમાં ભારતીય તટરક્ષક દળ (ICG), જખૌ, ગુજરાત દ્વારા ગઈ 14-15 એપ્રિલની રાત દરમિયાન એક પાકિસ્તાની બોટ ‘NUH’માંથી 30 કિલો હેરોઇનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ સંબંધે બોટમાં સવાર થયેલા 8 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ પણ કરવામાં આવી છે. શંકાસ્પદ પાકિસ્તાની બોટને આંતરવા માટે તટરક્ષક દળે ATSના અધિકારીઓ સાથેની એક ફાસ્ટ ઇન્ટરસેપ્ટર બોટ મોકલી હતી.

14-15 એપ્રિલની રાત્રી દરમિયાન, શંકાસ્પદ પાકિસ્તાની બોટ ભારતીય જળસીમાની અંદર આવી હતી અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા તેને આંતરવામાં આવી હતી. બોટ પર જઇને તપાસ કરવામાં આવતા અંદાજે કેફી પદાર્થ હેરોઈનના 1 કિલોગ્રામ વજનના એક એવા 30 પેકેટ મળી આવ્યા હતા જે જપ્ત કરવામાં આવ્યા હતા. નાર્કોટિક્સના આંતરરાષ્ટ્રીય બજારમાં આ હેરોઈન જથ્થાનું મૂલ્ય અંદાજે રૂ. 300 કરોડ થાય છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે, દાણચોરીના આ જથ્થાને ગુજરાતના દરિયાકાંઠે ઉતારવાનો બદમાશોનો પ્લાન હતો. આઠેય પાકિસ્તાની બદમાશોને જખૌ લઈ જવામાં આવ્યા છે અને ત્યાં એમની સંયુક્ત રીતે પૂછપરછ કરવામાં આવી રહી છે.

(તસવીર સૌજન્યઃ પીઆરઓ ડીફેન્સ ગુજરાત)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular