Sunday, May 25, 2025
Google search engine
HomeNewsGujaratબાળપણમાં ભણ્યા હતા એ વલસાડની શાળાની મુલાકાતે CM પટેલ

બાળપણમાં ભણ્યા હતા એ વલસાડની શાળાની મુલાકાતે CM પટેલ

વલસાડઃ દેશના ૭૭મા સ્વતંત્રતા દિવસની વલસાડ ખાતે થઈ રહેલી રાજ્ય કક્ષાની ઉજવણીમાં આજે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા. તેઓ શહેરની બાઈ આવાબાઈ પ્રાથમિક શાળાની મુલાકાતે પણ ગયા હતા અને પોતાના બાળપણના સંસ્મરણો તાજા કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, CM ભૂપેન્દ્રભાઈએ બાઈ આવાબાઈ સ્કૂલમાંથી પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. આજે પોતાના વ્યસ્ત  કાર્યક્રમોમાંથી સમય કાઢીને તેઓ આવાબાઈ સ્કૂલ ખાતે ગયા હતા અને પોતે ભણ્યા હતા તે ક્લાસરૂમ, શાળાના મેદાન, પરસાળ વગેરે જગ્યાએ જઈને જૂની યાદોને તાજી કરી હતી.

તેઓ એમના સહાધ્યાયી મિત્રોને પણ મળ્યા હતા. આવાબાઈ સ્કૂલ પરિવારે મુખ્ય પ્રધાનને શાળાની તસ્વીર સ્મૃતિભેટ રૂપે આપી હતી.

વલસાડમાં વિતાવેલા બાળપણની યાદોને વાગોળતા મુખ્ય પ્રધાન ભાવવિભોર થઇ ગયા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular