Saturday, May 17, 2025
Google search engine
HomeNewsGujaratનાસાની સ્પેસ સાયન્સનું જ્ઞાન મેળવતા ચારુસેટના વિદ્યાર્થીઓ

નાસાની સ્પેસ સાયન્સનું જ્ઞાન મેળવતા ચારુસેટના વિદ્યાર્થીઓ

ચાંગા: ચાંગાસ્થિત વિશ્વવિખ્યાત ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન શ્રીમતી ચંદાબહેન મોહનભાઈ પટેલ ઇન્સ્ટિટયૂટ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન (CMPICA) દ્વારા ઇન્ડસ્ટ્રિયલ વિઝિટના ભાગરૂપે તાજેતરમાં 12 નવેમ્બરે ગોડાર્ડ સ્પેસ ફ્લાઇટ સેન્ટર (GSFC), નાસા, USAની વર્ચ્યુઅલ ફિલ્ડ ટ્રિપનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વર્ચ્યુઅલ ફિલ્ડ ટ્રીપનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર સાયન્સની નાસા દ્વારા અવકાશ વિજ્ઞાનની એપ્લિકેશન્સ વિશે જાગ્રત કરવાનો તેમ જ નાસાના લોકો કયાં ક્ષેત્રો પર કામ કરી રહ્યા છે અને સંશોધન કરી રહ્યા છે તેની માહિતી આપવાનો હતો. આ સેશન ખૂબ જ ઇન્ટરેક્ટિવ રહ્યું હતું.

નાસા-ગોડાર્ડ સ્પેસ ફ્લાઇટ સેન્ટર, મેરિલેન્ડ સ્ટેટ, USA નાસાનું પ્રથમ ફ્લાઇટ સેન્ટર છે અને તેની સ્થાપના 1959માં કરવામાં આવી હતી. GSFC એ યુનાઇટેડ સ્ટેટ્સમાં વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોની સૌથી મોટી સંયુક્ત સંસ્થા છે, જે અવકાશમાંથી અવલોકનો દ્વારા પૃથ્વી, સૂર્યમંડળ અને બ્રહ્માંડ વિશેના જ્ઞાનને વધારવા માટે કાર્યરત અને સમર્પિત છે.

આ સેશનમાં વ્યાખ્યાન શૈલી, પ્રશ્નોત્તરી સત્ર વગેરેનો સમાવેશ થતો હતો. આ સેશનમાં 80 વિદ્યાર્થીઓ અને 13 ફેકલ્ટી સભ્યોએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ આ વર્ચ્યુઅલ ટુરમાં સક્રિયપણે ભાગ લીધો હતો અને તેમના પ્રશ્નો રજૂ કર્યા હતા. નાસા દ્વારા Moon Missionનું શું નામ રાખવામાં આવશે. સ્પેસમાં કોમ્પ્યુટર સાયન્સની એપ્લિકેશન શું છે એ વિશે તેમ જ અવકાશ સંશોધન વિશેના પ્રશ્નો વિદ્યાર્થીઓએ પૂછ્યા હતા.

હાલમાં CMPICAમાં MCA, BCA, B.Sc.(IT), M.Sc. (IT), અને Ph.D. સહિત વિવિધ અભ્યાસક્રમો ઉપલબ્ધ છે, જેમાં ૧૨૦૦થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular