Sunday, May 18, 2025
Google search engine
HomeNewsGujaratઆગા ખાન એવોર્ડ ફોર આર્કિટેક્ચર માટે CEPTની લાઇબ્રેરી નોમિનેટ

આગા ખાન એવોર્ડ ફોર આર્કિટેક્ચર માટે CEPTની લાઇબ્રેરી નોમિનેટ

અમદાવાદઃ CEPT યુનિવર્સિટીમાં આવેલી લીલાવતી લાલભાઈ લાઇબ્રેરીને 2022ના આગા ખાન એવોર્ડ ફોર આર્કિટેક્ચર (AKAA) માટે પસંદ કરવામાં આવી છે. 15મા એવોર્ડ (2020-2022) માટે દાખલ થયેલા 463 પ્રોજેક્ટોમાંથી ઇન્ડિપેન્ડન્ટ જ્યુરીએ 20 પ્રોજેક્ટોને શોર્ટલિસ્ટ કર્યા હતા. જેમાં આ લાઇબ્રેરી પણ શોર્ટલિસ્ટ થઈ હતી. દેશમાંથી આ એવોર્ડ માટે પસંદગી પામેલા પ્રોજેક્ટોમાંનો એક પ્રોજેક્ટ લીલાવતી લાલભાઈ લાઇબ્રેરીનો સમાવેશ થાય છે, જેમાં 15 દેશોના પ્રોજેક્ટો સામેલ છે. 

માસ્ટર જ્યુરીએ આ ઉનાળામાં ઓનસાઇટની સમીક્ષા અને તપાસ કર્યા પછી એવોર્ડ માટે અંતિમ પ્રોજેક્ટ (રેસિપિન્ટ)ની પસંદગી કરી હતી. આ પ્રોજેક્ટ્સ US એક મિલિયન ડોલર માટેના ઇનામ માટે સ્પર્ધા કરશે, જે આર્કિટેક્ચર ક્ષેત્રે સૌથી મોટાં ઇનામો પૈકીનો એક છે.     

આ લાઇબ્રેરીને આર્કિટેક્ટ અને CEPTના રાહુલ મેહરોત્રા દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે અને એને 2017માં પૂર્ણ કરવામાં આવી છે.

હિઝ હાઇનેસ આગા ખાન દ્વારા 1977માં આગા ખાન એનોર્ડ ફોર આર્કિટેક્ચર સ્થાપવામાં આવ્યો હતો, જે કન્ટેમ્પરરી ડિઝાઇન, સોશિયલ હાઉસિંગ, કોમ્યુનિટી ઇમ્પ્રુમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ, હિસ્ટોરિક પ્રિવેન્શન, રિયુઝ એન્ડ એરિયા કોન્ઝર્વેશન તેમ જ લેન્ડ સ્કેપ ડિઝાઇન અને ઇમ્પ્રુવમેન્ટ ઓફ એનવાયર્નમેન્ટ માટે આપવામાં આવે છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular