Tuesday, July 15, 2025
Google search engine
HomeNewsGujaratબ્રિટિશ-ભારતીય રિશી પટેલ લેસ્ટરશાયર વતી કાઉન્ટી-ક્રિકેટ રમશે

બ્રિટિશ-ભારતીય રિશી પટેલ લેસ્ટરશાયર વતી કાઉન્ટી-ક્રિકેટ રમશે

લંડનઃ બ્રિટનમાં જન્મેલો રિશી પટેલ આ વખતની મોસમમાં લેસ્ટરશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ વતી રમશે. 23 વર્ષીય અને જમોડી બેટ્સમેન રિશી પટેલ અગાઉ બે વર્ષ સુધી એસેક્સ કાઉન્ટી ક્રિકેટ ક્લબ વતી રમ્યો હતો જે 2019માં કાઉન્ટી ચેમ્પિયન્સ અને 2020માં બોબ વિલિસ ટ્રોફી વિજેતા બની હતી.

શબીર ઈબ્રાહિમ (ડાબે), રિશી પટેલ, સુરેખા ચૌહાણ.

રિશી પટેલ 2019માં એસેક્સ વતી કુલ છ મેચ રમ્યો હતો જેમાં તેણે કુલ 146 રન કર્યા હતા. એ પહેલી મેચ કેમ્બ્રિજ સામે રમ્યો હતો. રનિંગ ફોક્સીસ વતી પ્રથમ-કક્ષાની ક્રિકેટમાં રમનાર રિશી 488મો ખેલાડી બન્યો હતો. એસેક્સમાં જન્મેલા રિશીના બેટને સ્પોન્સર કરનાર મિન્ટ સિક્યૂરિટીઝનાં મેનેજિંગ ડાયરેક્ટર સુરેખા ચૌહાણે કહ્યું કે બ્રિટનમાં વસતા એશિયન સમુદાયોનાં લોકો દ્વારા અપાતા વૈવિધ્યપૂર્ણ યોગદાનમાં રિશીની ક્રિકેટ ટેલેન્ટ પણ સામેલ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular