Saturday, May 17, 2025
Google search engine
HomeNewsGujaratઅમદાવાદના 20 કોલસેન્ટર પર CBI સિકંજો, 30ની કરી અટકાયત

અમદાવાદના 20 કોલસેન્ટર પર CBI સિકંજો, 30ની કરી અટકાયત

અમદાવાદ: અમેરિકા નાગરિકોની ફરીયાદને લઈ ભારતમાં નકલી કોલ સેન્ટરો પર તંત્રનું એક્શન જોવા મળી રહ્યું છે. દેશના વિવિધા મહાનગરોમાં CBI દ્વારા દરોડા પડવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના નાગરિકોને ભારતમાંથી કોલ કરીને છેતરપિંડી કરવાના મામલે ફેડરેશન બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (એફબીઆઇ) દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો હતો. જે અનુંસધાનમાં દેશના 350 જેટલા સ્થળો પર દરોડાની કાર્યવાહી કરી હતી. જેમાં અમદાવાદના 20 જેટલા કોલ સેન્ટર પર દરોડા પાડીને 30 જેટલા વ્યક્તિઓની અટકાયત કરીને પુછપરછ શરૂ કરવામાં આવી છે.

ગુજરાતના અમદાવાદ સહિત દેશના હૈદરાબાદ, મુંબઇ, કોલકત્તા, દિલ્હી, બેંગાલુરૂ જેવા મોટા શહેરોમાં ચાલતા કોલ સેન્ટરથી અમેરિકામાં કોલ કરીને નાગરિકો પાસેથી મોટા પ્રમાણમાં છેતરપિંડી કરવામાં આવતી હોવાના કિસ્સા અંગે એફબીઆઇએ ભારત સરકારને રિપોર્ટ સોંપ્યો હતો. જેમાં એફબીઆઇએ ટેકનીકલ એનાલીસીસના આધારે કેટલાંક લોકેશન અને વિગતો આપી ગતી. જેના આધારે સીબીઆઇની ટીમ દ્વારા છેલ્લાં એક મહિના દરમિયાન ટેકનોલોજીના ઉપયોગથી સમગ્ર દેશમાં 350 જેટલા ગેરકાયદેસર કોલ સેન્ટરના લોકેશન મેળવ્યા હતા. અમદાવાદમાં 20થી વધુ  કોલ સેન્ટર સક્રિય હોવાની બાતમીને આધારે વસ્ત્રાલ, ઓઢવ  પાસેના રીંગ રોડ, થલતેજ, ગોતા, બોપલ સહિતના વિસ્તારોમાં દરોડાની કાર્યવાહી કરી હતી. જેમાં 30 વધુ શંકાસ્પદ યુવકોની અટકાયત કરીને કોમ્પ્યુટર , લેપટોપ, મોબાઇલ ફોન, ડાયરી સહિતનો મુદ્દામાલ  જપ્ત કરવામાં આવ્યો હતો. જે અંગે તપાસ કરવા માટે સીબીઆઇના ગુજરાત એકમની વિશેષ ટીમને સક્રિય  કરવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular