Saturday, May 17, 2025
Google search engine
HomeNewsGujaratબ્રાન્ડ ક્લબના ઉપક્રમે ‘બ્રાન્ડ ફેસ્ટ સિઝન-2’ યોજાઈ

બ્રાન્ડ ક્લબના ઉપક્રમે ‘બ્રાન્ડ ફેસ્ટ સિઝન-2’ યોજાઈ

અમદાવાદ: માઈન્ડવર્કસના સીઈઓ અને લેખક  આર. ગોપાલકૃષ્ણનના જણાવ્યા મુજબ સંસ્થાઓએ બ્રાન્ડ્ઝ માટે અને એથી આગળ વધીને મોમેન્ટ મેજીકનું સર્જન કરીને  પેટ્રન્સ માટે સન્માન હાંસલ કરવું જોઈએ.

તેઓ બ્રાન્ડ કલબ ગુજરાત દ્વારા આયોજીત બે દિવસના વર્ચ્યુઅલ બ્રાન્ડ ફેસ્ટ 2022માં બોલી રહ્યા હતા. બ્રાન્ડફેસ્ટમાં કોમ્યુનિકેશન અને વિજ્ઞાપનના ક્ષેત્રના અગ્રણીઓ સામેલ થયા હતા અને તેમણે સામેલ થયેલા 600થી વધુ લોકો સમક્ષ પોતાની સમજ અને અનુભવના નિચોડને  આધારે  સંબોધન કર્યું હતું.

ટાટા ગ્રુપ અને હિન્દુસ્તાન યુનિલિવરમાં ઉચ્ચ હોદ્દો ધરાવતા ગોપાલકૃષ્ણન 17થી વધુ પુસ્તકો લખી ચૂકયા છે. તેમણે કહ્યું કે ભારતને પોતાના પ્રયાસો અને સાતત્યપૂર્ણ દેખાવ વડે  સન્માન હાંસલ કરી શકે તેવી વધુને વધુ કંપનીઓની જરૂર છે. મેડિસન મિડીયા ખાતે વાઈસ પ્રેસીડેન્ટ ડિજિટલ, ચિંતન સોનીએ ડિજિટલ મિડીયાના વિકાસ અને ભવિષ્યના પ્રવાહો અંગે વાત કરી હતી.

સોનીએ વધુમાં જણાવ્યુ હતુ કે ” ડિજિટલ મિડીયાના વિકાસની હવે શરૂઆત થઈ છે. એકંદર વ્યાપની દ્રષ્ટીએ ભારત ટેકનોલોજીના વપરાશનો પ્રારંભ કરી રહ્યુ છે. દર્શકો સુધી પહોંચવની જરૂરિયાત અંગે તેમણે કહ્યુ કે લોકો જે ભાષા બોલતા હોય તે ભાષામાં તેમના સુધી પહોંચવાની આવશ્યકતા છે. ”

(ડાબેથી જમણે) રાજીવ ચુડાસમા, આર. ગોપાલકૃષ્ણન, ચનપ્રીત અરોરા

‘વારસારૂપ બ્રાન્ડઝને પેઢીઓ સુધી જીવંત રાખવા’ અંગેની સેશનમાં અમૂલના સીઓઓ જયેન મહેતાએ જણાવ્યું કે ગ્રાહકો સાથેના સીધા પરામર્શને કારણે કંપનીઓ માટે ગ્રાહકના દ્રષ્ટીકોણથી વિચારવાનું આસાન થઈ ગયું છે.

તેમણે કહ્યું કે “અમૂલનુ વિજ્ઞાપન અને કોમ્યુનિકેશનનુ મોડલ મૂળભૂત રીતે ગ્રાહકો અને બ્રાન્ડ વચ્ચે સીધા જોડાણનું પરિણામ છે.” બે દિવસના આ સમારંભના પ્રથમ દિવસનુ સમાપન ક્વિઝમાસ્ટર સંજય ચક્રવર્તી સંચાલિત બિઝનેસ બ્રાન્ડક્વિઝથી થયુ હતુ.

સંજય ચક્રવર્તી, જે બ્રાન્ડ કલબ, ગુજરાતના સ્થાપક સભ્ય પણ છે,  તેમણે કહ્યું કે ” બ્રાન્ડ કલબ એ વિજ્ઞાપન, માર્કેટીંગ અને કોમ્યુનિકેશન ક્ષેત્રના પ્રોફેશનલ્સનું પ્લેટફોર્મ છે બ્રાન્ડ ફેસ્ટ વડે તેને માર્કેટીંગ અને કોમ્યુનિકેશન પ્રોફેશનલ્સનો સહયોગ પ્રાપ્ત થયા છે. અમે બિઝનેસના માર્કેટીંગ અને કોમ્યુનિકેશનનુ સ્તર ઉંચું લઈ જવા માગીએ છીએ.” ઈવેન્ટના બીજા દિવસે વિઝ્યુઅલ સ્ટોરીટેલીંગ અને બ્રાન્ડ જર્ની અંગે મહત્વની સેશન યોજાઈ હતી.

બોલીવુડના પોસ્ટર બોય તરીકે જાણીતા  માર્ચીગ એન્ટસના સહસ્થાપક રાજીવ ચુડાસમાએ તેમના સંબોધનમાં તેમણે ડિઝાઈન  કરેલાં કેટલીક જાણીતી ફિલ્મોનાં પોસ્ટર અંગે વાત કરી હતી.

તેમણે કહ્યું કે જ્યારે આનંદ રાયે મને ‘રાંઝણા’ની કથા  અંગે વાત કરી ત્યારે હું ખૂબ જ સ્પષ્ટ હતો કે હું કેવી રીતે પોસ્ટર તૈયાર કરીશ. મે પોસ્ટરમાં અનેક રંગનો ઉપયોગ કર્યો છે અને ત્યારથી વૉશીંગ ડિટર્જન્ટસ પણ તેમની ટીવી કોમર્શિયલમાં આ તરાહ અપનાવી રહયા છે.  હું  એક બાબત એ શિખ્યો છું કે  બ્રાન્ડ્ઝ જ્યારે કોમ્યુનિકેશન પ્લેટફોર્મ ડેવલપ કરે છે ત્યારે તેમણે સાંસ્કૃતિક મૂલ્યોનો પણ ખ્યાલ રાખવો જોઈએ. તેમણે કહ્યું કે ” વિતેલાં વર્ષોમાં વિઝ્યુઅલ સ્ટોરી ટેલીંગ ખૂબ જ મહત્વનુ બન્યુ છે.”

(ડાબેથી જમણે) ચિંતન સોની, જયેન મહેતા, માઈક મુરલી

એક અન્ય બેઠકમાં AVoD (Voot)નાં હેડ ચનપ્રીત અરોરા જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિ અને તેનો ઈતિહાસ, ધર્મ અને જીવનશૈલી એટલા ભિન્ન પ્રકારનાં છે કે  કોઈ એમ કહી શકે તેમ નથી કે તે નંબર વન ગ્લોબલ બ્રાન્ડ બની શકશે. “હું એક વાત શિખી છું કે કોમ્યુનિકેશન પ્લેટફોર્મ વિકસાવવા માટે આપણાં સાંસ્કૃતિક મૂલ્યોનો ખ્યાલ રાખવો જરૂરી છે.“

બ્રાન્ડ ફેસ્ટની આખરી બેઠકમાં આનંદ-પ્રમોદ કેવી રીતે બ્રાન્ડના સર્જનમાં મહત્વની ભૂમિકા બજાવી શકે છે તે વિષયની આસપાસ ચર્ચા થઈ હતી.

કેપજેમીનીના ચીફ ફન ઓફિસર અને સિનિયર ડિરેકટર માર્કેટીંગ માઈક મુરલીએ જણાવ્યું હતું કે ” માર્કેટીંગ પ્રોડકટ્સ, બ્રાન્ડ્ઝ કે સર્વિસીસમાં જે જાદુઈ ક્ષણો  ગ્રાહકોના આનંદમાં પરિણમે છે તેને  આધારે આપણું સૌનું જીવન છે. તેમણે કહ્યું હતું કે હું માઈલસ્ટોનને બદલે સ્માઈલસ્ટોન અંગે વાત કરવામાં માનુ છું ”

બ્રાન્ડ ફેસ્ટ-સીઝન 2નું સમાપન મુક્ત-ધ બેન્ડના પરફોર્મન્સથી થયું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular