Saturday, May 17, 2025
Google search engine
HomeNewsGujaratકડી નગરપાલિકામાં ભાજપનો 36માંથી 35 બેઠકમાં વિજય

કડી નગરપાલિકામાં ભાજપનો 36માંથી 35 બેઠકમાં વિજય

મહેસાણાઃ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલનો ગઢ મનાતા કડી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. રાજ્યમાં નગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપે પહેલી નગરપાલિકા કબજે કરી છે.
કડી નગરપાલિકામાં કુલ 9 વોર્ડની 36 બેઠકો પર ચૂંટણી થઈ હતી અને તેમાં 36 બેઠકોમાંથી 35 બેઠકો પર ભાજપનો વિજય થતાં કડી નગરપાલિકા ભાજપે કબજે કરી છે. કડી નગરપાલિકામાં વોર્ડ નંબર-પાંચમાં એક બેઠક કોંગ્રેસને મળી છે. કડી નગરપાલિકામાં 2015 માં ભાજપે 28 બેઠકો મેળવી હતી એ જોતાં આ વખતે ભાજપની બેઠકોમાં વધારો થયો છે.

સ્થાનિક ચૂંટણીમાં મહેસાણા નગરપાલિકાની ચાર નગરપાલિકાઓમાં સરેરાશ મતદાન 61.72 ટકા નોંધાયું હતું. જોકે આ વખતે મહેસાણા નગરપાલિકામાં ૭.૩૫ ટકા, વીસનગર પાલિકામાં આઠ ટકા, ઊંઝામાં નવ ટકા અને કડીમાં પાંચ ટકા મળીને સરેરાશ આઠ ટકા જેટલું ઓછું મતદાન નોંધાયું હતું.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular