Thursday, May 22, 2025
Google search engine
HomeNewsGujaratભાજપના નેતા હાર્દિક પટેલની મુશ્કેલીઓમાં વધારો થયો

ભાજપના નેતા હાર્દિક પટેલની મુશ્કેલીઓમાં વધારો થયો

સુરેન્દ્રનગરઃ રાજ્યમાં ભાજપના નેતા હાર્દિક પટેલ વિરુદ્ધ સુરેન્દ્રનગરની જિલ્લા કોર્ટમાં 2017ના ચાલી રહેલા કેસમાં હાજર ના થતાં તેમના વિરુદ્ધ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. હાર્દિક પટેલ પર એક સરકારી આદેશનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જેથી  ધ્રાંગધ્રા સિવિલ કોર્ટમાં કેસની મુદત દરમિયાન હાર્દિક પટેલ હાજર ન રહેતાં કોર્ટે ધરપકડ અંગેનું વોરંટ ઇસ્યું કર્યું છે.

રાજ્યની વિધાનસભાની ચૂંટણી પહેલાં સરકારી આદેશનું ઉલ્લંઘન કરતાં એક રાજકીય ભાષણ આપ્યું હતું. ધ્રાંગધ્રામાં વધારાના મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ ડી. ડી. શાહે કોર્ટમાં રજૂ ના થવા પર પટેલની સામે ધરપકડ વોરન્ટ જારી કર્યું હતું.

વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન હાર્દિક પટેલની ધ્રાંગધ્રાના હરિપર ગામમાં સભા યોજવામાં આવી હતી. આ સભામાં આચારસંહિતાનો ભંગ થયો હતો અને આ બદલ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં હાર્દિક પટેલ સામે ગુનો નોંધાયો હતો. આ મામલે ધ્રાંગધ્રા કોર્ટમાં તેમના વિરુદ્ધ કેસ ચાલી રહ્યો છે, જેની સુનાવણી માટે મુદત આપવામાં આવી હતી. એમાં હાર્દિક પટેલ ગેરહાજર રહ્યા હતા. એને લઇને કોર્ટે હાર્દિક સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું છે.

આ અગાઉ જામનગરની કોર્ટે વર્ષ 2017ના કેસમાં હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કર્યા હતા. જામનગર કોર્ટમાં આ કેસને લઈ તમામ દલીલો પૂર્ણ થઈ હતી. વર્ષ 2017માં પાસ કન્વીનર અંકિત ધેડિયા અને હાર્દિક પટેલ સામે ગુનો નોંઘાયો હતો. હાર્દિક પટેલના વકીલની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે ચુકાદો આપ્યો હતો.

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular