Friday, May 16, 2025
Google search engine
HomeNewsGujaratગુજરાતમાં ભાજપની હેટ્રિક રોકનાર આ ગેનીબેન કોણ છે?

ગુજરાતમાં ભાજપની હેટ્રિક રોકનાર આ ગેનીબેન કોણ છે?

રાજ્યની 26 લોકસભા બેઠકો પૈકી સૌથી વધુ ચર્ચાસ્પદ બનાસકાંઠા લોકસભા બેઠક પર ગેનીબેન નાગજી ઠાકોરનો ભવ્ય વિજય થયો છે. એ સાથે જ ભાજપનું ત્રીજીવાર ક્લિન સ્વીપનું સપનું રોળાયું છે. બનાસકાઠા બેઠક પર ભવ્ય જીત મેળવનાર મહિલા ઉમેદવાર ગેનીબેન ઠાકોરની આજે ખુબ ચર્ચા થઈ રહી છે ત્યારે જાણીએ કોણ છે ભાજપને માત આપનાર ગેનીબહેન ઠાકોર.

જમીનથી જોડાયેલા નેતા તરીકેની ઓળખ

ભાજપના રેખાબહેન ચૌધરી સામે કોંગ્રેસે વાવના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરને મેદાને ઉતાર્યા હતા. બી.એ (બેચરલ ઓફ આર્ટસ) સુધીનો અભ્યાસ કરનાર ગેનીબહેન વાવમાં સતત બે ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાય છે. 2017માં ભાજપના મજબૂત નેતા ગણાતા શંકર ચૌધરીને હરાવનાર ગેનીબેહનની વાવ સહિત સરહદી વિસ્તારમાં મજબૂત પકડ છે. જમીનથી જોડાયેલા નેતા તરીકેની ઓળખ ધરાવે છે. તડને ફડ બોલવા માટે જાણીતા છે. આ વખતે ચૂંટણી માટે લોકો પાસેથી જ સ્વૈચ્છિક ફાળો ઉધરાવવાનું શરૂ કરીને એમણે નવો સિલસિલો શરૂ કર્યો હતો. એમ પણ કહેવાય છે કે ગેનીબહેન અલ્પેશ ઠાકોરના નજીકના છે.

પ્રજાના હિતમાં હોય એ મુદ્દા પર કરશે કામ

2029માં ગેનીબેને ઠાકોર સમાજની અપરિણીત યુવતીઓ માટે મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મુકવાના નિર્ણયને સમર્થન આપ્યું હતું. ઉપરાંત 2018માં એમણે લોકોને બળાત્કારના આરોપીઓને પોલીસને સોંપવાના બદલે સળગાવી દેવા માટે ઉશ્કેરતું નિવેદન પણ આપ્યું હતું. આમ પોતાના બેબાક અંદાજ અને સ્પષ્ટ બોલવાની આદતથી સમાચારોમાં છવાયેલા રહેતા ગેનીબહેન ચૂંટણી પહેલા બનાસકાંઠાની પ્રજાને વાયદો કર્યો હતો કે, આરોગ્ય, એજ્યુકેશન, રોજગારી, મહિલાઓની સુરક્ષા, ખેડુતોના વળતર ઉપરાંત પ્રજાના હિતમાં હોય એવા તમામ મુદ્દાઓ પર એ કામ કરશે. છે.

અલબત્ત હવે ગેનીબહેનને કોઈ ઓળખની જરૂર નથી રહી ભાજપના ગઢમાં ગાબડું પાડતા આજે 20 હજાર કરતા પણ વધુ મતોથી એમણે જીત મેળવી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular