Thursday, May 22, 2025
Google search engine
HomeNewsGujaratવિધાનસભાની ચૂંટણીઃ ‘કંસ’ પછી ‘કાળા નાગ’ની એન્ટ્રી

વિધાનસભાની ચૂંટણીઃ ‘કંસ’ પછી ‘કાળા નાગ’ની એન્ટ્રી

અમદાવાદઃ રાજ્ય વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવતી જાય છે, તેમ-તેમ રાજકીય પક્ષોમાં એકબીજાને હલકા ચીતરવાની હોડ જામી છે. હિન્દુવિરોધી જણાવનાર આપના સંયોજક કેજરીવાલે હોર્ડિંગ્સ લગાવનારાઓને ‘કંસ’ના પુત્રો કહ્યા હતા. હવે રાજ્ય સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્માએ કેજરીવાલને ‘કાળા નાગ’ કહ્યા છે.

પાટણમાં APMCના કાર્યક્રમને સંબોધિત કરતાં વિશ્વકર્માએ કહ્યું હતું કે લોકોનું જીવન સારું બને, એના માટે રાજ્ય સરકાર વિકાસને કેન્દ્રમાં રાખીને બધાં કામ કરી રહી છે. તેમણે કેજરીવાલ પર આકરો પ્રહાર કરતાં કહ્યું હતું કે રાજ્યની જનતાને મફતની ‘રેવડી’નું વચન આપનાર ‘કાળો નાગ’ છે. રાજ્યની સ્વાભિમાની જનતા આ ‘રેવડી’ના ચક્કરમાં નહીં ફસાય. ફૂંફાડો મારનાર આ ‘નાગ’ને કેવી રીતે કાબૂમાં કરવો એ વડા પ્રધાન મોદી સારી રીતે જાણે છે. તેમમે આ પ્રસંગે પાટણમાં રૂ. 88 કરોડનાં વિકાસકાર્યોની ભેટ આપી હતી.

રાજ્યની ચૂંટણીમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે રાજ્યમાં ડઝનેક ચૂંટણી ગેરંટીની જાહેરાત કરી છે, જેમાં મફત વીજળીની સાથે શિક્ષણ અને આરોગ્યના ચૂંટણી વચનો સામેલ છે. તેમણે દરેક ગામના સરપંચને રૂ. 10-10 લાખની ગ્રાંટ આપવાની અને મહિલાઓને મહિનાદીઠ રૂ. 1000 આપવાની જાહેરાત કરી છે. ભાજપે આ વચનોને મફતની ‘રેવડી’ કહી છે. વિશ્વકર્માનું નિવેદન ગૃહપ્રધાનની પછી આવ્યું છે. શાહે હાલમાં જ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે તમારે ‘આપ’નિર્ભર બનવું છે કે ‘આત્મનિર્ભર’, પણ રાજ્યના મહત્ત્વના મંત્રી વિશ્વકર્માએ ‘કાળો નાગ’ કહીને મોટો હુમલો કર્યો છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular