Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsGujaratઆર્સેલર મિત્તલ ગુજરાતમાં એક લાખ કરોડનું રોકાણ કરશે

આર્સેલર મિત્તલ ગુજરાતમાં એક લાખ કરોડનું રોકાણ કરશે

અમદાવાદઃ વિશ્વની અગ્રણી સ્ટીલ અને ખનન કંપની આર્સેલર મિત્તલ ગુજરાતમાં વિવિધ પ્રોજેક્ટોમાં રૂ. એક લાખ કરોડનું મૂડીરોકાણ કરશે. આ મૂડીરોકાણમાં સુરતની પાસે હજીરામાં કંપનીનો સ્ટીલ પ્લાન્ટમાં મૂડીરોકાણ કરવાનું પણ સામેલ છે. ગુજરાત સરકારે એક જાહેરાતમાં આ માહિતી આપી હતી.

એ જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે આર્સેલર મિત્તલના ચેરમેન લક્ષ્મી નિવાસ મિત્તલે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાના CEO દિલીપ ઓમનની સાથે ગાંધીનગરના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીથી મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં આર્સેલર મિત્તલ હજીરા સ્થિત સ્ટીલ પ્લાન્ટના આધુનિકીકરણ માટે રૂ. 50,000 કરોડના મૂડીરોકાણ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આર્સેલર મિત્તલ અને નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાને લોન આપનારી બેન્કો દ્વારા શરૂ કરવામાં આવેલી નાદાર પ્રક્રિયા પછી 2019માં એસ્સાર ગ્રુપ પાસેથી આ સ્ટીલ પ્લાન્ટનું હસ્તાંતરણ કરી લીધું હતું.

જાહેરાત અનુસાર આર્સેલર મિત્તલ ગુજરાતમાં સૌર, ઊર્જા અને હાઇડ્રોજન ગેસ ઉત્પાદનમાં રૂ. 50,000 કરોડનું મૂડીરોકાણ કરવા ઇચ્છે છે. એ જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે ભવિષ્યમાં મિત્તલ ગ્રુપ ગુજરાતમાં રૂ. એક લાખ કરોડનું મૂડીરોકાણ કરશે. મુખ્ય પ્રધાન રૂપાણીએ ગ્રુપના નિર્ણયનું સ્વાગત કરતાં દરેક પ્રકારની જરૂરી સહાયતા કરવાનું આશ્વાસન આપ્યું હતું. આ સાથે આ મુલાકાતમાં ગુજરાતમાં કોરોના રોગચાળાની સ્થિતિ અંગે પણ વિશેષ ચર્ચા થઈ હતી અને આરોગ્ય ક્ષેત્રે કામગીરીની પ્રશંસા કરી હતી.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular