Friday, May 16, 2025
Google search engine
HomeNewsGujaratઅનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે લગ્નગ્રંથિથી જોડાશે

અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે લગ્નગ્રંથિથી જોડાશે

નાથદ્વારાઃ  શ્રીમતી નીતા અને મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની “રોકા” (સગાઈ) શ્રીમતી વિધિ શૈલા અને વીરેન મર્ચન્ટના સુપુત્રી રાધિકા મર્ચન્ટ સાથે આજે રાજસ્થાનના નાથદ્વારાના શ્રીનાથજી મંદિરમાં પરિવારના સભ્યો અને મિત્રોની હાજરીમાં કરવામાં આવી હતી અને મંદિરના પૂજારીઓ તેમને આશીર્વાદ આપ્યા હતા.

યુવા યુગલે આગામી સહજીવન માટે ભગવાન શ્રીનાથજીના આશીર્વાદ મેળવવા મંદિરમાં આખો દિવસ વિતાવ્યો અને મંદિરમાં પરંપરાગત રાજભોગ-શ્રૃંગાર સમારોહમાં ભાગ લીધો હતો. આજે પરિવાર અને મિત્રો સાથે મળીને ખુશીના આ પ્રસંગની ઉજવણી કરવામાં આવશે.

અનંત અને રાધિકા થોડાંક વર્ષોથી એકબીજાને ઓળખે છે અને આજના સમારંભથી આગામી મહિનાઓમાં યોજનારા તેમના લગ્નની ઔપચારિક વિધિનો પ્રારંભ થયો છે. તેઓ તેમની સહજીવનની નવી યાત્રાની શરૂઆત કરી રહ્યા છે ત્યારે બંને પરિવારોએ રાધિકા અને અનંત માટે દરેકના આશીર્વાદ અને શુભકામનાઓની આપ્યાં છે.

અનંતે USA.ની બ્રાઉન યુનિવર્સિટીમાંથી તેમનો અભ્યાસ પૂર્ણ કર્યો અને ત્યારથી જિયો પ્લેટફોર્મ અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સના બોર્ડમાં સભ્ય સહિત વિવિધ પદો પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં સેવા આપી રહ્યા છે. તેઓ હાલમાં RILના એનર્જી બિઝનેસનું નેતૃત્વ કરે છે. રાધિકા ન્યુ યોર્ક યુનિવર્સિટીની સ્નાતક છે અને એન્કોર હેલ્થકેરમાં બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે સેવા આપે છે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular