Friday, May 16, 2025
Google search engine
HomeNewsGujaratરાજકોટ અગ્નિકાંડઃ ત્રણેય આરોપી-ડોક્ટરની ધરપકડ, જામીન પર છૂટકારો

રાજકોટ અગ્નિકાંડઃ ત્રણેય આરોપી-ડોક્ટરની ધરપકડ, જામીન પર છૂટકારો

રાજકોટઃ અહીંની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં પાંચ દર્દીનાં મોત નિપજાવનાર આગની દુર્ઘટનાના કેસમાં હોસ્પિટલના ત્રણ ડોક્ટરની ધરપકડ કરાયા બાદ આજે એ ત્રણેયને સ્થાનિક કોર્ટે જામીન મંજૂર કર્યા છે. આ ત્રણ આરોપી તબીબ છે – ડો. પ્રકાશ મોઢા, ડો.તેજસ કરમટા અને ડો. વિશાલ મોઢાના જામીન કોર્ટે મંજૂર કર્યા છે. પોલીસે આ ત્રણેય ડોક્ટરોના પાંચ દિવસના રિમાન્ડની માગ કરી હતી. પોલીસે હોસ્પિટલના પાંચ સંચાલક સામે ગુનો નોંધ્યો છે.

ત્રણેય ડોક્ટરની ધરપકડ કરવામાં આવી હતી

રવિવાર સાંજે ડો.પ્રકાશ મોઢા સહિત ત્રણેય તબીબોનું રાત્રે મેડિકલ ચેકઅપ અને કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, જે ટેસ્ટ નેગેટિવ આવતાં ત્રણેય ડોક્ટરની ધરપકડ કરવામાં આવી હતી. એ પછી પોલીસ દ્વારા ત્રણેય ડોક્ટરને રાજકોટની કોર્ટના જજ એલ.ડી. વાઘની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓને રીમાન્ડ પર લેવાની માગણી કરી હતી, પરંતુ કોર્ટે એ ફગાવી દઈને ત્રણેય ડોક્ટરને રૂ. 5-5 હજારના જામીન પર મુક્ત કર્યા હતા.

જેલમાં શાહી સ્વાગતનો વિડિયો વાઇરલ

ઉદય શિવાનંદ હોસ્પિટલ અગ્નિકાંડમાં માલવિયા પોલીસ સ્ટેશનનો વિડિયો વાઇરલ થયો છે. ડો. પ્રકાશ મોઢા અને તેમના પુત્ર વિશાલનું જેલમાં શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું. પિતા-પુત્રને સોફા પર બેસાડી ફ્રૂટ્સ અને બિસ્લેરીનું પાણી આપી આગતા-સ્વાગતા કરવામાં આવી હતી. આ વાઇરલ વિડિયોમાં અગ્નિકાંડના સંચાલકો ડો. પ્રકાશ મોઢા, ડો. વિશાલ મોઢા અને ડો. તેજસ કરમટા દેખાઈ રહ્યા છે.

રાજકોટ ઉદય હોસ્પિટલ અગ્નિકાંડમાં ગંભીર બેદરકારી દાખવનાર પાંચ સંચાલકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. રાજકોટ હોસ્પિટલ આગકાંડ કેસમાં 14 જેટલા મુદ્દે હોસ્પિટલ સંચાલકોએ લાપરવાહી દાખવી હતી.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular