Saturday, May 17, 2025
Google search engine
HomeNewsGujaratરાજ્યને એક ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાનું લક્ષ્યઃ CM

રાજ્યને એક ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાનું લક્ષ્યઃ CM

અમદાવાદઃ ગુજરાત ભારત અને વિશ્વના વિકાસ એન્જિન તરીકે ઓળખાય છે. ગુજરાત ભારતના ભૌગોલિક વિસ્તારના છ ટકા હિસ્સો ધરાવે છે, પરંતુ જીડીપીમાં આઠ ટકા યોગદાન આપે છે. આ સાથે જ રાજ્ય ઔદ્યોગિક ઉત્પાદનમાં 18 ટકા અને નિકાસનો 30 ટકા હિસ્સો ધરાવે છે. બે દાયકામાં રાજ્યનો GSDP રૂ. 1.27 લાખ કરોડથી વધીને રૂ. 16.19 લાખ કરોડ થયો છે, એમ રાજ્યના મુખ્ય મંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે FICCIની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિની બેઠક (NECM)ને સંબોધતાં જણાવ્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને આત્મનિર્ભરતાના મંત્રને અપનાવીને ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. ગુજરાત મોડલ સ્થાપિત કરવાની તેમની પ્રેરણાથી ગુજરાત રાજ્ય અને ગુજરાતીઓ વિકાસની દિશા તરફ સતત આગળ વધી રહ્યા છે.

રાજ્ય સરકાર આબોહવા પરિવર્તનના પડકારોનો સામનો કરવા રિન્યુએબલ એનર્જી અને પર્યાવરણના સંરક્ષણ માટે પ્રતિબદ્ધ છે. ઉદ્યોગોને કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે તે માટે સરકાર પ્રતિબદ્ધ છે. તેમણે વાઇબ્રન્ટ ગુજરાત સમિટની સફળતામાં અને ગુજરાતને ગ્રોથ એન્જિન બનાવવામાં FICCIના મહત્વપૂર્ણ યોગદાનની પ્રશંસા કરી હતી.

દેશને પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવામાં ગુજરાત મુખ્ય ભૂમિકા ભજવવા માટે કટિબદ્ધ છે અને રાજ્ય 2030 સુધીમાં એક ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવાનું લક્ષ્ય ધરાવે છે એમ તેમણે કહ્યું હતું.

FICCI ના પ્રમુખ અને ઇન્ડિયન મેટલ્સ એન્ડ ફેરો એલોય્સ લિમિટેડ (IMFA)ના મેનેજિંગ ડિરેક્ટર સુભ્રકાંત પાંડાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં 100+ ફોર્ચ્યુન 500 કંપનીઓ અને 13 લાખ MSME સ્થાપિત છે અને છેલ્લા બે દાયકામાં 15 ટકાના CAGRથી વૃદ્ધિ પામી છે. તે ભારતની નિકાસમાં એક તૃતીયાંશ યોગદાન આપે છે, RE ક્ષમતાના 15.5 ટકા હિસ્સો ધરાવે છે અને મોટા રાજ્યોમાં સૌથી ઓછો બેરોજગારી દર ધરાવે છે. અદાણી પોર્ટ્સના CEO સુબ્રત ત્રિપાઠીએ ભારતના દરિયાઈ વેપારમાં કચ્છની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો અને નોંધ્યું હતું કે જિલ્લો દેશના કાર્ગોમાં 26 ટકા હિસ્સો ધરાવે છે.

 

 

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular