Friday, July 25, 2025
Google search engine
HomeNewsGujaratઅમદાવાદઃ બજારો ખુલ્યાના એક જ કલાકમાં બંધ

અમદાવાદઃ બજારો ખુલ્યાના એક જ કલાકમાં બંધ

અમદાવાદ: શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલા બજારોને ખોલ્યા બાદ એકજ કલાકના સમયગાળામાં બંધ કરી દેવામાં આવ્યા હતા. શહેરના માધુપુરા અને કાલુપુર વિસ્તારોમાં આવેલા બજારોને ખોલવા માટે વેપારીઓ તરફથી ભારે માંગ ઉઠી હતી. શહેરની મધ્યમાં આવેલા કાલુપુરની આસપાસ અનાજ,ઘી, ખાંડ, તેલ, પાન મસાલા સહિત અનેક ચીજવસ્તુઓનું જથ્થાબંધ તેમજ છુટક બજાર આવેલું છે. કાલુપુર તેમજ શહેરના મોટાભાગના વિસ્તારો કોરોનાના કારણે પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા છે.

જોકે વેપારીઓ ની માંગણી અને વિનંતી ઓ ને ધ્યાન પર લઇ વહેલી 27 મે, બુધવાર સવારથી જ બજારોને 8 થી 1 સુધી ખોલવાની પરવાનગી આપી દેવામાં આવી હતી. પરંતુ બજાર ખુલતા ની સાથે જ ભારે ભીડ સર્જાઇ હતી. સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ અને ભારે ભીડ ભેગી થઇ જતાં એકજ કલાક માં પોલીસ અને એએમસી એ બજાર બંધ કરાવી દીધું હતું. આ સાથે સુરક્ષા અને વ્યવસ્થા માટે વધારે પોલીસ કર્મચારીઓ નો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

(પ્રજ્ઞેશ વ્યાસ)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular