Sunday, May 18, 2025
Google search engine
HomeNewsGujaratઅમદાવાદ: આકરી ગરમીમાં છાશથી ઠંડક આપવાનો પ્રયાસ

અમદાવાદ: આકરી ગરમીમાં છાશથી ઠંડક આપવાનો પ્રયાસ

અમદાવાદ: શહેર આખુંય ઉનાળાની આકરી ગરમીથી પરેશાન છે. સતત 40 ડિગ્રી કરતાં વધારે તાપમાનમાં સેકાઇ રહેલા શહેરના માર્ગો પર ફરતાં લોકોની હાલત બગડી જાય છે. દિવસે સૂર્યપ્રકોપ શરૂ થતાં જ રાહદારીઓ અને વાહન ચાલકો સતત પાણી, છાંયો શોધતાં રહે છે. સેવાભાવી લોકો અને સંસ્થાઓ પાણી, સરબત અને છાશનું વિતરણ પણ કરે છે.

અમદાવાદની આકરી ગરમીમાં વર્ષ 2017થી પ્રહલાદનગર વિસ્તારમાં ગોપી રેસ્ટોરન્ટ દ્વારા નિ:શુલ્ક છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

ગોપી નિ:શુલ્ક છાશ વિતરણ કરાવતા દિલીપ ઠક્કર ‘ચિત્રલેખા.કોમ’ને કહે છે, ‘મારા પિતાજી દામુભાઇ ઠક્કર પોલીસ વિભાગમાં હતાં. એ કહેતાં લોકોની સેવા કરવાની દરેક તક ઝડપી લેવી. અમદાવાદ શહેરનો ઉનાળો એકદમ આકરો હોય છે. આ ગરમીમાં લોકોને છાશ પીવડાવવી. વર્ષ 2017થી અમે ગોપી રેસ્ટોરન્ટ પાસે દર ઉનાળે સવારે 11 થી બપોરે 4 સુધી લોકોને મફત છાશનું વિતરણ કરીએ છીએ. એકદમ સ્વચ્છ કપડાં, માથે કેપ, હાથે મોજાં પહેરેલાં માણસો દ્વારા સ્વચ્છતાની તકેદારી સાથે છાશનું વિતરણ કરવામાં આવે છે. દરરોજ મસાલેદાર છાશના અંદાજે 5000 જેટલા ગ્લાસનું વિતરણ કરી લોકોને ગરમીથી રાહત આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.’

(પ્રજ્ઞેશ વ્યાસ)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular