Sunday, July 13, 2025
Google search engine
HomeNewsGujaratઅદાણી-ગ્રુપ 7 શહેરોમાં એરપોર્ટ-પ્રવાસીઓને આપશે ટેક્સી સેવા

અદાણી-ગ્રુપ 7 શહેરોમાં એરપોર્ટ-પ્રવાસીઓને આપશે ટેક્સી સેવા

અમદાવાદઃ ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, અદાણી ગ્રુપ દેશના જે સાત શહેરોમાં એરપોર્ટનું સંચાલન સંભાળે છે ત્યાં તે રાઈડ એગ્રીગેટર્સ કંપની ઉબેર સાથે મળીને ટૂંક સમયમાં જ ટેક્સી સેવા શરૂ કરશે. અદાણી ગ્રુપ આ માટે મોટા પાયે પેસેન્જર વાહનોનો કાફલો તૈયાર કરે છે. અદાણી ગ્રુપના વાહનોનો કાફલો ઉબેર પ્લેટફોર્મ પર યાદીબદ્ધ થશે. ઉલ્લેખનીય છે કે અદાણી ગ્રુપ મુંબઈ, અમદાવાદ, જયપુર, લખનઉ, તિરુવનંતપુરમ, ગુવાહાટી અને મેંગલુરુ શહેરોમાં વિમાનીમથકોનું સંચાલન સંભાળે છે.

અદાણી ગ્રુપ આ માટે ઉબર કંપની સાથે વાટાઘાટની પ્રક્રિયામાં છે. બંને કંપનીએ હાલમાં જ એક ભાગીદારીની જાહેરાત કરી હતી જે અનુસાર અદાણી એરપોર્ટ્સ કંપની હવે તેના સાત એરપોર્ટ શહેરોમાંથી પાંચમાં ઉબેર માટે ડેડિકેટેડ પિક-અપ ઝોન્સ બનાવશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular