Thursday, May 22, 2025
Google search engine
HomeNewsGujaratઅદાણી ડિજિટલ લેબને મળ્યો AVA ડિજિટલ એવોર્ડ

અદાણી ડિજિટલ લેબને મળ્યો AVA ડિજિટલ એવોર્ડ

અમદાવાદઃ ઉત્સવો ભારતીય સંસ્કૃતિનો ભાગ છે. ખુશીઓના પર્વ સમાન ઉત્સવોને અદાણી ડિજિટલ લેબના કેમ્પેઇન #OneNationBillionCelebrations  દ્વારા તેવા અલગ અંદાજમાં રજૂ કરવામાં આવ્યું કે તેણે પોતાના આ કેમ્પેઇન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતો AVA  ડિજિટલ એવોર્ડ જીત્યો. આ એવોર્ડ શ્રેણીમાં અદાણી ડિજિટલ લેબને 3 શ્રેણીમાં પ્લેટિનમ એવોર્ડ મળ્યા છે.

વિચારને આપ્યો આકાર

“#OneNationBillionCelebrations” નામના કેમ્પેઇન હેઠળ અદાણી ડિજિટલ લેબે (ADL) ભારતભરમાં ઉજવાતા વિવિધ ઉત્સવોને જોડવાનો પ્રયાસ કર્યો છે. આપણા દેશમાં જ્યાં ઉત્તરાયણ પર ગુજરાતમાં પતંગ ઉત્સવ ઉજવાય છે ત્યાંજ પંજાબમાં લોહરી અને દક્ષિણ ભારતમાં પોંગલની ઉજવણી થઇ રહી છે. આજ વિચારને “એક રાષ્ટ્ર, અનેક રીતની ઉજવણી” તેવા વિચાર સાથે તેણે સપ્ટેમ્બર 2021 પોતાનું આ નવું કેમ્પેઇન શરૂ કર્યું. ઓક્ટોબર મહિનામાં જ્યારે નવરાત્રીની શરૂઆત થઇ ત્યારે તેને એક્શન મોડમાં મૂકવામાં આવ્યો. આ કેમ્પેઇનને દેશના એરપોર્ટ અને ડિજિટલ પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવ્યો. આ માર્કેટિંગ કેમ્પેઇન માટે ADLએ ભારતના 7 એરપોર્ટ – મુંબઇ, અમદાવાદ, લખનઉ, મેંગલુરુ, ગુવાહાટી, જયપુર અને તિરૂવનંતપુરમ પર થીમ આધારિત ડેકોરેશન, ઓન ગ્રાઉન્ડ સેલ્સ ઓફર, સેલ્ફી કિઓસ્ક, ખાસ પ્રાદેશિક વાનગીઓ અને ભેટ સાથે એરપોર્ટ પરના પ્રવાસીઓ માટે ખાસ કાર્યક્રમ અને એક્ટિવિટી રાખી હતી. સાથે સોશિયલ મીડિયા પર ઇમેલર, પેડ પ્રોમેશન, સોશિયલ મીડિયા કોન્ટેસ્ટ જેવા પ્રચાર પ્રસાર સાથે કંપનીના સોશિયલ મીડિયા હેન્ડલથી પણ આ થીમને સોશિયલી પ્રમોટ કરી હતી. વધુમાં એરપોર્ટના પ્રવાસીઓ સાથે મળીને તેમણે કાવિ કળા, મંડાલા ચિત્રકળા, ખાવડા માટીકામ, માતાની પછેડી, વરલી કળા જેવી વિવિધ એક્ટિવિટી કરી હતી અને એરપોર્ટના પ્રવાસીઓને આપણી આ પ્રાચીન કળાઓ સાથે જોડ્યા હતા. આ ઉપરાંત એરપોર્ટના કર્માચારીઓને પણ #OneNationBillionCelebrations વાળા માસ્ક અને બેગ્સ આપવામાં આવ્યા. એરપોર્ટની ઓફિસને પણ થીમ મુજબ સજાવવામાં આવી અને તેમાં સેલ્ફી બુથ અને સજાવટની વસ્તુઓ મૂકી તેની રોનક વધારી હતી.

પરિણામ

આ કેમ્પેઇનના કારણે 5000 વેબસાઇટ વિઝીટ મળી અને તમામ સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર 12 મિલિયનથી વધુ ઇમ્પ્રેશન મળી. આ કેમ્પેઇન 10 મિલિયનથી વધુ લોકો સુધી પહોંચી અને તેને લગતા વીડિયોને 5.3 મિલિયનથી વધુ વાર જોવામાં આવ્યા. SEOની દ્રષ્ટિએ વાત કરીએ તો વિવિધ એરપોર્ટના સબ ડોમેનને એક સિંગલ ડોમેન નીચે લાવવું પડકાર સમાન હતું. જો કે અદાણી ડિજિટલ લેબની ટીમ દ્વારા તેને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું. જેનાથી જુલાઇથી ડિસ્મેબરની વચ્ચે ઓર્ગેનિક વેબ ટ્રાફિક 22,974 થી વધીને 2,77,608 સુધી પહોંચ્યો હતો.

AVA ડિજિટલ એવોર્ડ

નોંધનીય છે કે AVA ડિજિટલ એવોર્ડ એક આંતરરાષ્ટ્રીય સ્પર્ધા છે જે 1994થી સર્જનાત્મક વ્યાવસાયિકોને, ડિજિટલ કેમ્પેઇન, ડાયરેક્શન, ડિઝાઇન જેવી શ્રેણીમાં પુરસ્કાર આપી તેમના કામને બિરદાવે છે.

નોંધનીય છે કે ADLને ડિજિટલ માર્કેટિંગ, ઇન્ટીગ્રેટેડ માર્કેટિંગ અને SEO એમ 3 કેટેગરીમાં આ નામી એવોર્ડ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે હાર્વર્ડ, ડેલોઇટ, ડેલ અને AT & T જેવી જાણીતી સંસ્થાઓએ તેની 200 જેટલી શ્રેણીમાં 2500 + વધુ એન્ટ્રી મોકલી હતી જેમને પછાડીને ADLએ 3 શ્રેણીમાં આ એવોર્ડ જીત્યો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular