Wednesday, July 16, 2025
Google search engine
HomeNewsGujaratઅભિવ્યક્તિ: કળાના વિવિધ અને ભવ્ય સ્વરૂપો એક છત હેઠળ

અભિવ્યક્તિ: કળાના વિવિધ અને ભવ્ય સ્વરૂપો એક છત હેઠળ

અમદાવાદ: અભિવ્યક્તિનું ત્રીજું સંસ્કરણ 14મી ફેબ્રુઆરીથી શરુ થઈ ગયું છે જે આગામી 1 માર્ચ સુધી ચાલુ રહેશે. આ વર્ષે 30 કલાકારો 18 મેઈન સ્ટેજ અને 6 પ્લેટફોર્મ પરફોર્મન્સ રજૂ કરશે. આ ઉપરાંત 50 કલાકારો દ્વારા 44 વિઝ્યુઅલ આર્ટને તૈયાર તથા પ્રદર્શિત કરવામાં આવશે.

અભિવ્યક્તિનો હેતુ અમદાવાદના લોકો સમક્ષ વિના મૂલ્યે આંતરાષ્ટ્રીય કળાને લાવવાનો છે. અભિવ્યક્તિમાં નૃત્ય, સંગીત, ચિત્રકળા, ફોટોગ્રાફી, સ્થાપનો અને થિએટર જેવા અનેક કળા સ્વરૂપો સમાવિષ્ટ છે.

અભિવ્યક્તિ એ UNM ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલી એક અનોખી પહેલ છે, જે કળાને સ્થાન, અડચણો(શારીરિક કે વ્યક્તિગત) અને સમાજિક અથવા આર્થિક સ્તર મર્યાદા વિના પેક્ષકોની સમજ રજૂ કરે છે.

ઉભરતી પ્રતિભાને ઓળખવા તેમજ સમર્થન આપવાની ઝૂંબેશ તરફ આ પહેલનું ધ્યાન કેન્દ્રીત છે. આ ફેસ્ટિવલમાં આગળ જતા અભિવ્યક્તિ અમદાવાદના આર્ટ એન્ડ કલ્ચરલ લેન્ડસ્કેપમાં એક નવો અધ્યાય શરુ કરવાની તૈયારીમાં છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular