Saturday, May 17, 2025
Google search engine
HomeNewsGujarat'અભિવ્યક્તિ-ધ સિટી આર્ટસ પ્રોજેક્ટ': કલાકારો દ્વારા પર્ફોર્મન્સ રજૂ કરાશે

‘અભિવ્યક્તિ-ધ સિટી આર્ટસ પ્રોજેક્ટ’: કલાકારો દ્વારા પર્ફોર્મન્સ રજૂ કરાશે

અમદાવાદઃ ટોરેન્ટ ગ્રુપના મહેતા પરિવારના UNM ફાઉન્ડેશન દ્વારા આયોજિતઅભિવ્યક્તિધ સિટી આર્ટસ પ્રોજેક્ટની પાંચમી આવૃતિનો 24મી નવેમ્બરથી અમદાવાદમાં પ્રારંભ થશે. આ કાર્યક્રમ 10મી ડિસેમ્બર, 2023 સુધી ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં યોજવામાં આવશેઅમદાવાદમાં ચાર સફળ આવૃત્તિઓ પૂર્ણ કર્યા પછીઅભિવ્યક્તિધ સિટી આર્ટસ પ્રોજેક્ટની આ પાંચમી આવૃત્તિમાં કલા, નૃત્ય, સંગીત, થિયેટર અને વિઝ્યુઅલ આર્ટ્સના ક્ષેત્રનાં જાણીતાં નામો અને આશાસ્પદ પ્રતિભાઓ દ્વારા પાવરપેક્ડ પર્ફોર્મન્સ રજૂ કરવામાં આવશે.

અભિવ્યક્તિની 5મી આવૃત્તિમાં 43 કલાકારો અને પ્રસ્તુતકર્તાઓ સ્ટેજ પર પદાર્પણ કરી રહ્યા છે. પાંચમી આવૃત્તિ માટે પણ કલાકારો તરફથી ખૂબ જ ઉત્સાહ દર્શાવવામાં આવ્યો છે, જેના પરિણામે ગુજરાત સહિત ભારતભરમાંથી 775થી વધુ અરજીઓ પ્રાપ્ત થઈ છે.

 આ કાર્યક્રમ વિવિધ સંવેદનાને આપણી સામે લાવશે, જે માનવ સંવેદનાની વાર્તાઓ સ્વરૂપે આપણી સામે એક મંચ ઉપર રજૂ થશે. ચારેય કલા સેગમેન્ટ વિઝ્યુયલ આર્ટ, મ્યુઝિક, ડાન્સ અને થિયેટર સાથે સંકળાયેલા 87 કલાકારોને એક પખવાડિયા સુધી હોસ્ટ કરશે અને અગાઉ ક્યારેય ન થઈ હોય તેવી કલાની સાધના રજૂ કરશે.

દરેક વાર્તા એક અનન્ય પ્રતિબિંબ છે કે જે આપણેને વ્યક્તિગત અને સામૂહિક રીતે આપણે કોણ છીએ તે સમજાવશે. તે આપણા અનુભવો, માન્યતાઓ અને મૂલ્યોની જટિલતાઓની એક ઝલક તથા વિવિધતામાં એક્તાની સુંદરતાને રજૂ કરે છે અને આપણી દુનિયાને સમૃદ્ધ બનાવનાર અસંખ્ય દ્રષ્ટિકોણની ઉજવણી કરે છે. વાર્તાઓમાં સમાયેલાં અનેક સ્વરૂપો માનવતાના જટિલ સ્તરોને ઉજાગર કરે છે, એમ UNM ફાઉન્ડેશનનાં ડિરેક્ટર સપના મહેતાએ જણાવ્યું હતું.

અભિવ્યક્તિ ફેસ્ટિવલમાં પ્રેક્ષકો વહેલા તે પહેલાના ધોરણે ફ્રી પ્રવેશ મેળવી શકે છે. પ્રારંભિક દિવસનો કાર્યક્રમ નીચે મુજબ છે.

24મી નવેમ્બરે પ્રદર્શનનો કાર્યક્રમ. સાંજે 5 વાગ્યાથી વિઝ્યુઅલ આર્ટ માટે પ્રદર્શન ખુલ્લુ રહેશે.
સ્થળ: ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ
સ્થળ કલાકાર થીમ આર્ટનો પ્રકાર સમય
એમ્ફી હાર્દિક દવે એકતારા: સમ સંગીત સાંજે ૮ કલાકે

 

અભિવ્યક્તિધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ એ ટોરેન્ટ ગ્રુપના મહેતા પરિવાર સ્થાપિત UNM ફાઉન્ડેશનની એક પહેલ છે, જે સ્થાન, મર્યાદા (શારીરિક અને વ્યક્તિગત) અને સામાજિક ભેદભાવ વગર દર્શકો સુધી પહોંચાડીને કલાને સામાજિક રચનાનો એક અભિન્ન ભાગ બનાવવાની પ્રયત્ન કરે છે. જેમાં આર્થિક ક્ષમતાના ભેદભાવ વગર તમામ સ્તરના લોકો માટે નિઃશુલ્ક પ્રવેશ છે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular