Saturday, May 17, 2025
Google search engine
HomeNewsGujaratસોશિયલ ડિસ્ટન્સિંગ સાથે નવરાત્રી મહોત્સવમાં આરતી આરાધના શરૂ

સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે નવરાત્રી મહોત્સવમાં આરતી આરાધના શરૂ

અમદાવાદઃ શહેરમાં નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે. કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય એ માટે ગરબા મહોત્સવના મોટા પાયે આયોજનો બંધ રાખવામાં આવ્યા છે. શેરી, મહોલ્લા, રહેણાંક સોસાયટીઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાની શરત સાથે ફક્ત આરતી અને પૂજાની છૂટ આપવામાં આવી છે. આ સુરક્ષા નિયમો અંતર્ગત શહેરમાં ઘણાં સ્થળોએ માતાજીની સ્થાપના અને આરતી કરવામાં આવી હતી. કોરોનાના કપરા સમયમાં ઉત્સવો, તહેવારો, પ્રસંગોની મજા ફિક્કી પડી ગઈ છે. એમાંય નવરાત્રી મહોત્સવ સાથે તો હજારો લોકોના રોજગાર જોડાયેલા છે. જેઓ આ મહોત્સવમાં કમાણી કરી લેતા હોય છે. પરંતુ આ વખતે નવરાત્રી મોટા પાયે ઉજવણી બંધ રાખવામાં આવી છે. આ વખતે કોરોના બીમારીને કારણે ગામ, સોસાયટીઓમાં આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું નથી. મોટા કેમ્પસ, વધુ ગીચ વસ્તીવાળા વિસ્તારોવાળી ઘણી સોસાયટીઓએ નવરાત્રીનું આયોજન સદંતર બંધ રાખ્યું છે. જ્યારે શહેરના જુદા જુદા વિસ્તારોમાં નાની સોસાયટીઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમના પાલનની શરતે આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular