Saturday, July 12, 2025
Google search engine
HomeNewsGujaratડિપોઝિટની રકમ ભરવા ‘આપ’ના ઉમેદવારનો નવતર નુસખો

ડિપોઝિટની રકમ ભરવા ‘આપ’ના ઉમેદવારનો નવતર નુસખો

વડોદરાઃ વડોદરાના સયાજીગંજમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સ્વેજલ વ્યાજ જમાનતની રકમ ભરવા માટે સમર્થકો પાસેથી એક એક રૂપિયો ભેગો કરી રહ્યા છે. તેમણે આ માટે સોશિયલ મિડિયા માટે અપીલ કરી હતી, જેથી માત્ર બે કલાકમાં રૂ. 9000 ભેગા થયા હતા. બે સમર્થક તો એવા હતા, જેમણે રૂ. 11,000 અને રૂ. 51,000 મોકલ્યા હતા.

સ્વેજલે એમાંથી માત્ર એક-એક રૂપિયાનો સ્વીકાર કરીને બાકીનાં નાણાં ઓનલાઇન જ પરત કર્યાં હતાં. તેઓ કહે છે કે હું જનતાની મદદથી એકત્ર થયેલી રકમથી જામાનતની રકમ ભરીશ. આ માટે તેમણે તેમના સમર્થક સોસાયટીઓમાં ડબ્બો લઈને ફરી રહ્યા છે, જેથી સ્વેજલ વ્યાસની ડિપોઝિટની રકમથી જનસહયોગથી જમાનત ભરી શકે.

રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અત્યાર સુધી ઉમેદવારોનાં નામની 14મી યાદી જારી કરી ચૂકી છે. આપે 182માંથી 179 સીટો પર ઉમેદવારો જાહેર કર્યા છે. આમ આદમી પાર્ટીએ અંજારથી અરજણ રબારી, ચાણસ્માથી વિષ્ણુભાઈ પટેલ, લિંબડીથી મયૂર સકારિયા, ફતેપુરાથી ગોવિંદ પરમાર, સયાજીગંજથી સજલ વ્યાસ અને ઝઘડિયાથી ઉર્મિલા ભગતને પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

આમ આદમી પાર્ટી દ્વારા વડોદરા શહેર વિધાનસભાની પાંચ બેઠકો પૈકી સયાજીગંજ બેઠક ઉપર આમ આદમી પાર્ટીમાં તાજેતરમાં જોડાયેલા સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. સ્વેજલ વ્યાસે જણાવ્યું હતું કે અમારી ઇમાનદારીવાળી પાર્ટી છે. સયાજીગંજ બેઠક ઉપર હવે ત્રિપાંખિયો જંગ જામશે. જેમાં હું જીત મેળવીશ. જોકે  સ્વેજલ વ્યાસ કોર્પોરેશનની ચૂંટણી બે વાર હારી ચૂક્યા છે. 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular