Monday, July 21, 2025
Google search engine
HomeNewsGujaratરખડતા કૂતરાઓએ ત્રણ વર્ષના બાળકને મારી નાખ્યો

રખડતા કૂતરાઓએ ત્રણ વર્ષના બાળકને મારી નાખ્યો

અમરેલીઃ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા કૂતરા કરડવાની ઘટનાઓમાં સતત વધારો થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને છેલ્લા બે મહિનામાં રખડતા કૂતરા કરડવાની 1109 ફરિયાદ મળી છે. હવે રખડતા કૂતરાએ એક બાળકનો ભોગ લીધો છે.  રાજ્યના અમરેલી જિલ્લામાં કૂતરાઓના ઝુંડે ખેતરની નજીક રમી રહેલા એક ત્રણ વર્ષીય બાળકને બટકાં ભરી-ભરીને મારી નાખ્યો હતો, પોલીસે આ માહિતી આપી હતી. મંગળવારે બપોર પછી લાઠી તાલુકાના દમનગર ગામની બહાર આ દુર્ઘટના બની હતી. આ પીડિત બાળક રોનક રાઠવાનાં માતાપિતા અને પરિવારજનો અને અન્ય સભ્યો મધુભાઈ સિદપારા ખેતરમાં ખેતીની મજૂરી કરી રહ્યા હતા, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

દમનગર પોલીસ સ્ટેશનના એસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર કે. આર. સંખતે કહ્યું હતું કે બાળક ખેતરની પાસે એકલો રમી રહ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ બાળકનો પરિવાર આદિવાસીની બહુમતી ધરાવતા છોટા ઉદેપુરના એક ગામનો હતો, જ્યાં તેમને સિદપારાના ખેતીહર મજૂર તરીકે કામ કરતો હતો. પરિવાર જ્યારે ખેતી કામ કરી રહ્યો હતો, ત્યારે પાંચથી છ કૂતરાઓએ બાળક પર હુમલો કર્યો હતો અને તેને ગળું દબોચી લીધું હતું. રખડતા કૂતરાઓએ બાળકના માથા અને પીઠ પર બટકા ભર્યાં હતાં. ત્યાર બાદ એ બાળકને તેનાં માતા-પિતા નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા, પણ દાખલ કરવાના થોડા સમયમાં તેનું મોત થયું હતું.

રાજ્યમાં છેલ્લાં ચાર વર્ષમાં 1.17 લાખ કૂતરાના ખસીકરણની કામગીરી કરવામાં આવી છે. છેલ્લાં ચાર વર્ષમાં કૂતરાના રમીકરણ પાછલ આશરે રૂ. 10 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જોકે આ ખર્ચ ખરેખર કરવામાં આવ્યો છે કે માત્ર કાગળ પર બતાવવામાં આવ્યો છે, એ એક સવાલ છે, કેમ કે કૂતરાની સંખ્યા અને કૂતરાના કરડવાની ઘટનાઓમાં તો સતત વધારો જ થયો છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular