Saturday, August 2, 2025
Google search engine
HomeNewsGujaratઅમદાવાદના 300 બોર બંધ કરી નર્મદાનું પાણી આપવા નિતી બનાવાશે

અમદાવાદના 300 બોર બંધ કરી નર્મદાનું પાણી આપવા નિતી બનાવાશે

અમદાવાદ: શહેરમાં ભૂગર્ભજળની વધતી સમસ્યાને લઈ હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી નીતી અમલમાં મુકવાની તૈયારી કરી રહ્યું છે. અમદાવાદના વિવિધ વોર્ડ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવતા 309 જેટલા આઈસોલેટેડ બોર બંધ કરી ઓછા ટી.ડી.એસ.વાળુ નર્મદાનું પાણી આપવા નિતી બનાવવા મ્યુનિ.ની પાણી સમિતિની બેઠકમાં નિર્ણય કરવામા આવ્યો છે. આ ઉપરાંત શહેરમાં આવેલી સરકારી, ખાનગી શાળાઓ તથા મંદિરોમાં પણ નર્મદાનુ પાણી આપવા નેટવર્ક તેમજ ડીઝાઈન સાથે ડીટેલ પ્રોજેકટ રીપોર્ટ તૈયાર કરવામાં આવશે.

સૂત્રો પાસેથી મળતી મહિતી અનુસાર શહેરના મધ્યઝોનમાં પુરતા પ્રેસરથી પાણી મળતુ નહીં હોવાની વ્યાપક ફરિયાદ પછી જે તે સમયે ખાડીયા વોર્ડમાં આવેલી લાખા પટેલની પોળ, રાજા મહેતાની પોળ ઉપરાંત પતાસાપોળ, બાલાહનુમાન સહિત અન્ય વિસ્તારમાં મળીને 11 જેટલા બોર કાર્યરત કરવામાં આવેલા છે. આ ઉપરાંત શાહપુર,દરિયાપુર, જમાલપુર, અસારવા વોર્ડમા કુલ મળીને 26 બોર દ્વારા હાલ સ્થાનિક રહીશોને પીવાનું પાણી પુરુ પાડવામાં આવી રહયું છે. ઉત્તર-પશ્ચિમ ઝોનમા ઘાટલોડીયા, ચાંદલોડીયા, થલતેજ સહિત અન્ય વોર્ડમાં બોર મારફતે પાણી પુરુ પાડવામાં આવી રહયું છે. ત્યાં સ્થળ પરિસ્થિતિ મુજબ નર્મદાનું પાણી આપવા માટે નેટવર્ક નાંખવાથી લઈ ડિઝાઈન વગેરે તૈયાર કરી રીપોર્ટ આપવા સુચના આપવામા આવી છે.નર્મદાનુ પાણી વિવિધ વિસ્તારમા આવેલી મ્યુનિસિપલ સ્કૂલો,ખાનગી સ્કૂલો તેમજ મંદિરોમા પણ આપવા અંગે ચોકકસ નિતી તૈયાર કરી અમલી બનાવાશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular