Saturday, July 12, 2025
Google search engine
HomeNewsGujaratઉદ્યોગકારોને વિકસવાનો મંચ 'વોકલ ફોર લોકલ' એટલે વાઇબ્રન્ટ ગુજરાત

ઉદ્યોગકારોને વિકસવાનો મંચ ‘વોકલ ફોર લોકલ’ એટલે વાઇબ્રન્ટ ગુજરાત

ગાંધીનગરઃ રાજ્યના જિલ્લા તાલુકા કક્ષાએ કાર્યરત નાના ઉદ્યોગોને પ્રોત્સાહન મળે, ડેવલપમેન્ટ અને એક્સપાન્શનનું પ્લેટફોર્મ મળે તેવી પ્રણાલી આ વર્ષની વાઇબ્રન્ટ સમિટમાં સરકારે વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટથી અપનાવી છે. મુખ્ય મંત્રીએ VGGS-24ના ત્રીજા દિવસે આયોજિત MSME કોન્ક્લેવમાં દેશભરમાંથી પધારેલા નાના-લઘુ અને સુક્ષ્મ ઉદ્યોગકારો, રોકાણકારો અને નીતિ નિર્ધારકોને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે વાઇબ્રન્ટ સમિટને ગ્લોબલ પ્લેટફોર્મ બનાવવાની સાથે-સાથે રાજ્યના નાના-લઘુ ઉદ્યોગકારોને વિકસવા માટેનો સ્થાનિક મંચ-વોકલ ફોર લોકલ દ્વારા આપણે ઊભો કર્યો છે.

 

સરકાર MSMEsની પડખે સતત ઊભી છે. MSME સેક્ટર પર ફોકસ કરવાનું વડા પ્રધાનનું વિઝન છે. રાજ્ય સરકાર અને મંત્રીમંડળની ટીમ ગુજરાત પણ MSMEs સેક્ટરના વિકાસ પર ફોકસ કરી રહી છે.

સૌ ઉદ્યોગકારો, સહભાગીઓના સાથ સહકારથી વાઇબ્રન્ટ સમિટની ૧૦મી એડિશન સફળ રહી છે. આવા જ ઉત્સાહથી આગામી વાઇબ્રન્ટ સુધી આપણે સૌએ પરસ્પર સહયોગથી કાર્યરત રહેવાનું છે. આપણે વાઇબ્રન્ટ છીએ અને વાઇબ્રન્ટ જ રહેવાનું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

આ અવસરે કેન્દ્રીય MSME મંત્રી નારાયણ રાણેએ જણાવ્યું હતું કે  કેન્દ્ર અને ગુજરાત સરકારે MSMEના વિકાસ માટે લીધેલા ક્રાંતિકારી નિર્ણયો હવે સાકાર થયા છે.  MSMEના માધ્યમથી ગુજરાત દેશમાં સૌથી વધુ રોજગારી પૂરી પાડે છે. ટ્રાન્સપોર્ટ અને ટેક્સટાઈલ ક્ષેત્રે ગુજરાત ઉદ્યોગપતિઓની પ્રથમ પસંદગી છે. વર્ષ-૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો માર્ગ ગુજરાતમાંથી પસાર થાય છે, એમ તેમણે કહ્યું હતું.

ઉદ્યોગ મંત્રી  બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે  વર્ષ ૨૦૪૭ ના વિકસિત ભારતનો નકશો આજે ગુજરાત તૈયાર કરી રહ્યું છે, ત્યારે વાઇબ્રન્ટ ગુજરાતને માત્ર ગાંધીનગર સુધી સીમિત ન રાખી રાજ્યના તમામ જિલ્લાઓના વેપારીઓ સુધી પહોંચાડવાના પ્રયાસો કર્યા છે. દેશની નિકાસમાં ગુજરાતના ૧૬ લાખથી વધારે નાના ઉદ્યોગકારો સવિશેષ ફાળો આપી રહ્યા છે.

ગૃહ અને ઉદ્યોગ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે MSME ઉદ્યોગો ગુજરાતના હૃદય સમાન છે. વાFબ્રન્ટ ગુજરાત-૨૦૨૪ પ્લેટફોર્મ તમામ વર્ગો માટે કંઈક ને કંઈક ભેટ લઈને આવ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં તમામ પ્રોજેક્ટમાં ૬૩ ટકા વૃદ્ધિ દર સાથે માર્જિન મની અને રોજગારીમાં મહતમ વધારો થયો છે.

લાખો બહેનોના સપનાં સાકાર થયાં છે. ગ્રામ્ય વિસ્તારના ઉદ્યોગોને ઈ-કોમર્સમાં કઈ રીતે આગળ લઈ જઈ શકાય તેનું સબળ માધ્યમ MSME છે. MSMEથી સામાજિક ક્ષેત્રે બદલાવ આવ્યો છે. ઉદ્યોગકારોના મૂડીરોકાણ માટે ગુજરાત બેસ્ટ ડેસ્ટિનેશન છે, એમ તેમણે કહ્યું હતું.

 

 

 

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular