Thursday, May 29, 2025
Google search engine
HomeNewsGujaratમારા સુરતમાં તો મિની હિન્દુસ્તાન વસે છેઃ PM મોદી

મારા સુરતમાં તો મિની હિન્દુસ્તાન વસે છેઃ PM મોદી

સુરતઃ વડા પ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. તેમણે સુરતમાં રોડ શો કર્યો હતો. ત્યાર તેમણે એક જનસભા સંબોધી હતી. તેમણે લોકોને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે શહેરના લોકોની એકજુટતા અને જનભાગીદારી – બંને બહુ શાનદાર ઉદાહરણ છે. હિન્દુસ્તાનનો કોઈ પ્રદેશ એવો નહીં હોય, જેના લોકો સુરતની ધરતી પર ના રહેતા હોય. શહેરની સૌથી મોટી ખાસિયત છે કે શહેર શ્રમનું સન્માન કરતું શહેર છે. સુર મિની હિન્દુસ્તાન છે. હિન્દુસ્તાનના દરેખ ખૂણેથી લોકો સુરતની ધરતી પર વસે છે. સુરતમાં ગરીબો માટે 80,000 ઘર બનાવવામાં આવ્યાં છે. વડા પ્રધાન મોદીએ સુરતમાં રૂ. 3400 કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટોનો શિલાન્યાસ કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે આ સદીના પ્રારંભના દાયકાઓમાં વિશ્વમાં 3-P એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપની ચર્ચા થતી હતી. ત્યારે હું કહેતો હતો કે સુરત 4-Pનું ઉદાહરણ છે. 4-P એટલે પીપલ, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. આ મોડલ સુરતની વિશેષ બનાવે છે.

સુરતના કપડાં અને હીરા વેપારથી દેશભરમાં અનેક પરિવારોનું ભરણપોષણ થાય છે. ડ્રીમ સિટી પ્રોજેક્ટ જ્યારે પૂરો થઈ જશે, ત્યારે સુરત વિશ્વના સૌથી સુરક્ષિત સુવિધાજનક ડાયમંડ ટ્રેડિંગ હબના રૂપે વિકસિત થશે.

તેમણે આયુષ્માન ભારત યોજનાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે દેશમાં અત્યાર સુધી આશરે ચાર કરોડ ગરીબ દર્દીઓને મફત સારવાર મળી ચૂકી છે અને એમાં 32 લાકથી વધુ દર્દીઓ ગુજરાતના છે અને આશરે સવા લાખ સુરતમાંથી છે. છેલ્લા બે દાયકોથી સુરત વિકાસ પથ પર છે અને આવનારા સમયમાં ડબલ એન્જિનની સરકારથી એ વિકાસની ગતિમાં ઝડપ આવશે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular