Wednesday, July 16, 2025
Google search engine
HomeNewsGujaratગુજરાત, તામિલનાડુના ખેલાડીઓ વચ્ચે ‘ચેલેન્જર્સ ટ્રોફી’ સ્પર્ધા યોજાશે

ગુજરાત, તામિલનાડુના ખેલાડીઓ વચ્ચે ‘ચેલેન્જર્સ ટ્રોફી’ સ્પર્ધા યોજાશે

ગાંધીનગરઃ ગુજરાત અને તામિલનાડુ રાજ્ય વચ્ચેના ઐતિહાસિક સંબંધને ભવ્ય રીતે ઉજાગર કરવા અને બન્ને રાજ્યો વચ્ચે એક સમન્વય સ્થાપિત કરવા માટે, ગુજરાતમાં સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે 17થી 30 એપ્રિલ દરમિયાન યોજાશે. ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને સાકાર કરવા માટે ‘આઝાદી કા અમૃત મહોત્સવ‘  હેઠળ ભારત સરકાર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 5000થી વધુ મહેમાનો ગુજરાત આવવાના છે. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે આ ગુજરાત અને તામિલનાડુના ખેલાડીઓ વચ્ચે ‘ચેલેન્જર્સ ટ્રોફી’નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પાંચ અલગ-અલગ રમતમાં ખેલાડીઓ સામેલ થશે.

ભાવનગરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 22-23 એપ્રિલ, 2023એ આ સ્પર્ધાઓ યોજાશે, તેમાં ટેબલ ટેનિસ, ટેનિસ, કબડ્ડી, વોલીબોલ અને સ્વિમિંગમાં ખેલાડીઓ ભાગ લેશે. આ વિજેતા ખેલાડીઓને મેડલ અને સર્ટિફિકેટ આપવામાં આવશે તેમ જ ઓવરઓલ વિજેતા રાજ્યને ટ્રોફી એનાયત કરવામાં આવશે. આ સ્પર્ધામાં તામિલનાડુ અને ગુજરાતના સિનિયર કેટેગરીના ખેલાડીઓ સામેલ થશે. તેમાં ટેબલ ટેનિસ અને ટેનિસમાં મેન્સ સિંગલ્સ, વિમેન્સ સિંગલ્સ અને મિક્સ ડબલ્સ ઇવેન્ટ યોજાશે.

સ્વિમિંગમાં ફ્રી સ્ટાઇલ 100 અને 200 મીટર, બેકસ્ટ્રોક 100-200 મી., બ્રેસ્ટસ્ટ્રોક 100-200 મી., બટરફ્લાય 100-200 મી., ફ્રી સ્ટાઇલ રીલે 4×50 અને 4×100મી., મીડલે રીલે 4×50 મી., મિક્સ્ડ ફ્રી સ્ટાઇલ રીલે 4×50મી. અને મિક્સ્ડ મીડલે રીલે 4×50 મિની ઇવેન્ટ આયોજિત કરવામાં આવી છે. આ પાંચ રમતોમાં પુરુષ અને મહિલા કેટેગરીમાં કુલ 38 ઇવેન્ટ આયોજિત કરવામાં આવી છે. આ સ્પર્ધામાં ગુજરાતના 108 તેમ જ તામિલનાડુના 108 ખેલાડીઓ સહિત કુલ 216 ખેલાડીઓ ભાગ લેશે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular