Thursday, July 17, 2025
Google search engine
HomeNewsGujaratવાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં 28 દેશ,14 સંસ્થાઓની ભાગીદારી

વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં 28 દેશ,14 સંસ્થાઓની ભાગીદારી

અમદાવાદઃ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2024ના 10મી  આવૃત્તિમાં અત્યાર સુધીમાં 28 દેશો અને 14 સંસ્થાઓએ જાન્યુઆરી 2024માં યોજાનારી વાઈબ્રન્ટ સમિટ માટે અનુક્રમે ભાગીદાર દેશો અને ભાગીદાર સંસ્થાઓ તરીકે પુષ્ટિ કરી છે. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ વખતે વાઇબ્રન્ટ સમિટની ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ની થીમ  છે.

આ ભાગીદાર દેશોમાં ઓસ્ટ્રેલિયા, બંગલાદેશ, ચેક રિપબ્લિક, ઇજિપ્ત, એસ્ટોનિયા, ફિનલેન્ડ, જર્મની, ઇન્ડોનેશિયા, જાપાન, કેન્યા, મલેશિયા, માલ્ટા, મોરોક્કો, મોઝામ્બિક, નેપાળ, નેધરલેન્ડ, નોર્વે, પોલેન્ડ, કોરિયા રિપબ્લિક, રવાન્ડા, સિંગાપોર, તાંઝાનિયા, થાઇલેન્ડ, યુએઇ , યુનાઇટેડ કિંગડમ, ઉરુગ્વે, ઘાના અને વિયેતનામનો સમાવેશ થાય છે.

આ સાથે ભાગીદાર સંસ્થાઓમાં અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ ઇન ઇન્ડિયા (AMCHAM ઇન્ડિયા), એપિક ઇન્ડિયા- યુનિવર્સિટી ઓફ શિકાગો, ઇન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ (IACC), ઇન્ડો-આફ્રિકન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ, જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (JETRO), કોરિયા ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ એજન્સી, નેધરલેન્ડ્સ બિઝનેસ સપોર્ટ ઓફિસ (NBSO), કાઉન્સિલ ઓફ EU ચેમ્બર્સ ઓફ કોમર્સ ઇન ઇન્ડિયા, UAE ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ, US ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (USIBC), US ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ (USISPF), ધ ઇન્ડિયન બિઝનેસ ચેમ્બર (INCHAM) ઇન વિયેતનામ અને ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ (ICCI) ઇન ઇટલીનો સમાવેશ થાય છે.

દરેક ભાગીદાર દેશ અને સંસ્થા VGGSની સફળતામાં યોગદાન આપીને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તેમણે સહયોગ, વેપાર અને રોકાણની તકોને વધારવા માટે વિવિધ પ્લેટફોર્મ દ્વારા આગામી VGGSને પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular