Sunday, May 18, 2025
Google search engine
HomeNewsGujaratરાજ્યનાં ૨૭ જળાશયો હાઈ એલર્ટ પર, ૧૨ જળાશયો એલર્ટ ઉપર

રાજ્યનાં ૨૭ જળાશયો હાઈ એલર્ટ પર, ૧૨ જળાશયો એલર્ટ ઉપર

ગાંધીનગરઃ રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદને કારણે રાજ્યની મહત્ત્વની ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૪૬.૯૧ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૧,૬૦,૩૬૩ એમસીએફટી જળસંગ્રહ છે, જે કુલ જળસંગ્રહ શક્તિના ૪૮ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

પાણી પુરવઠા વિભાગના ફ્લડ સેલ દ્વારા જણાવ્યાનુસાર ૧૩ જુલાઈએ રાજ્યભરમાં ૨૧ જળાશયો એવાં છે કે જેમાં ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. ૩૦ જળાશયોમાં ૭૦ ટકાથી ૧૦૦ ટકા જળસંગ્રહ, ૨૭ જળાશયોમાં ૫૦ ટકાથી ૭૦ ટકા જળસંગ્રહ, ૫૧ જળાશયોમાં (સરદાર સરોવર સહિત) ૨૫ ટકાથી ૫૦ ટકા જળસંગ્રહ, ૭૭ જળાશયોમાં ૨૫ ટકા કરતાં ઓછો જળસંગ્રહ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતનાં ૧૫ જળાશયો, મધ્ય ગુજરાતનાં ૧૭ જળાશયો, દક્ષિણ ગુજરાતનાં ૧૩ જળાશયો, કચ્છનાં ૨૦ જળાશયો, સૌરાષ્ટ્રનાં ૧૪૧ જળાશયોનો સમાવેશ થાય છે.

રાજ્યમાં થઈ રહેલા વરસાદને પરિણામે ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયેલાં ૨૧ જળાશયો તથા ૯૦ ટકાથી ૧૦૦ ટકા જળસંગ્રહ થયેલાં છ જળાશયો મળી કુલ ૨૭ જળાશયો હાઈ એલર્ટ ઉપર છે. જ્યારે ૮૦ ટકાથી ૯૦ ટકા જળસંગ્રહ ધરાવતાં ૧૨ જળાશયો એલર્ટ ઉપર અને ૭૦ ટકાથી ૮૦ ટકા જળસંગ્રહ ધરાવતાં ૧૧ જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular