Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsGujaratરાજ્યમાંથી 24,000 ગર્ભપાત કિટ જપ્ત, આઠ-લોકોની ધરપકડ

રાજ્યમાંથી 24,000 ગર્ભપાત કિટ જપ્ત, આઠ-લોકોની ધરપકડ

અમદાવાદઃ રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDCA)એ આશરે રૂ. 1.5 કરોડના મૂલ્યની 24,363 ગર્ભપાત કિટ સિવાય માદક પદાર્થ જપ્ત કર્યો છે, જે જેને ગેરકાયદે રીતે વેચવામાં આવી રહ્યો હતો. અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે આ મામલમાં આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે આરોપીઓની FDCAએ શુક્રવારે અને શનિવારે ચલાવેલી ઝુંબેશ હેઠળ અમદાવાદ અને સુરત સહિત રાજ્યના વિવિધ સ્થળોએથી ધરપકડ કરવામાં આવી હતી. FDCA કમિશનર કેમંત કોશિયાએ જણાવ્યું હતું કે સાત આરોપીઓ પર ડ્રગ અને કોસ્મેટિક સામગ્રી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો, જ્યારે એક વ્યક્તિને ગુજરાત પોલીસે તેની પાસેથી ઓક્સિટોન ઇન્જેક્શનની ત્રણ લાખ બાટલીઓ સહિત માદક પદાર્થ મળ્યા પછી NDPC એક્ટ હેઠળ ધરપકડ કરી છે. મેડિકલ એબોર્શન એક્ટ હેઠળ ગર્ભપાત કિટ સ્ત્રીરોગ એક્સપર્ટની મદદથી વેચી શકાય છે.

FDCAએ એક જાહેરાતમાં જણાવ્યું હતું કે આરોપીઓમાં એક અમદાવાદ નિવાસી પિન્ટુ શાહ ગર્ભપાત કિટ, એક અન્ય આરોપી અને બનાસકાંઠાના ડીસામાં વિતરક વિનોદ માહેશ્વરી અને લોકેશ માહેશ્વરીથી ગેરકાયદે ખરીદતા હતા. શાહે છેલ્લા દોઢ વર્ષમાં આશરે 800 એવી કિટનું વેચાણ ઓનલાઇન કર્યું છે.

આ સિવાય અન્ય આરોપીઓ વિપુલ પટેલ અને મોનિશ પંચાલ પણ સામેલ છે, જેની પાસે આવી 700 કિટ મળી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અન્ય આરોપી તુષાર ઠક્કરની પાસે માદક પદાર્થ મળ્યો છે, જેને પોલીસને સોંપવામાં આવ્યો છે. તેની NDPC એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular