Saturday, May 17, 2025
Google search engine
HomeNewsGujarat231 તાલુકા પંચાયતોઃ 4774 બેઠકોમાંથી ભાજપને 3139

231 તાલુકા પંચાયતોઃ 4774 બેઠકોમાંથી ભાજપને 3139

ગાંધીનગરઃ રાજ્યની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકા માટે મતગણતરીનાં પ્રારંભ સાથે જ  ભાજપે સપાટો બોલાવ્યો હતો. ભાજપને જિલ્લા પંચાયતની 31 સીટ પૈકી 31 પર, 231 પૈકી 196 તાલુકા પંચાયત, નગરપાલિકામાં 81 પૈકી 75 બેઠક મળી હતી.

231 તાલુકા પંચાયતોની 4774 બેઠકોમાંથી ભાજપને 3139, કોંગ્રેસને 1172 અને આપને 30 બેઠકો મળી છે.

ચૂંટણી પરિણામ   (આગળ)   ભાજપ  કોંગ્રેસ અન્ય
જિલ્લા પંચાયતો (31)  31     0   0
નગરપાલિકા (81) 75 6 2
તાલુકા પંચાયતો (231)  196  33 0

 

 231 તાલુકા પંચાયતની 4774 બેઠકો પર ભાજપના 111, કોંગ્રેસના 5, અન્યને 1 મળીને કુલ 117 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે. રાજ્યની 31 જિલ્લા પંચાયત 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા 23 નગરપાલિકાઓ અને ત્રણ તાલુકા પંચાયતની પેટાચૂંટણી રવિવારે યોજવામાં આવી હતી. તેમાં તાલુકા પંચાયતોમાં સરેરાશ 66.84 ટકા જેટલું મતદાન થયું હતું.   

ભાજપે 18 જિલ્લા પંચાયતો કબજે કરી

ભાજપે 31 જિલ્લા પંચાયતોમાંથી 18 પંચાયતોમાં બહુમતીથી જીત મેળવી છે, જેમાં અમદાવાદ, પોરંબદર, જૂનાગઢ, અમરેલી, નવસારી, વલસાડ, સુરત, દેવ ભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, અરવલ્લી, કચ્છ, રાજકોટ, આણંદ, વડોદરા, તાપી અને નર્મદા સામેલ છે.

આ ચૂંટણીમાં ગામડાઓમાં સારુંએવું મતદાન થયું હતું. જિલ્લા અને તાલુકા પંચાયતમાં 65 ટકા મતદાન થયું હતું. જોકે ગઈ ચૂંટણીની ટકાવારી કરતા આ મતદાન ઓછું છે પરંતુ મનપાની સરખામણીએ વધુ નોંધાયેલું મતદાન ભાજપ પક્ષને ફળ્યું છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભાજપે સારું પ્રદર્શન કરતાં હાર્દિક પટેલ સહિત કોંગ્રેસનાં સ્ટાર પ્રચારકોની હવા નીકળી ગઈ છે. શહેરી વિસ્તારો બાદ હવે ગ્રામ્ય સ્તરે પણ ભાજપે ક્લીન સ્વિપ જેવી સ્થિતિનું નિર્માણ કર્યું છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular