Friday, May 16, 2025
Google search engine
HomeNewsGujaratસુરતમાં ખુલ્લા મેનહોલમાં 2 વર્ષનું બાળક પડ્યું, કલાક બાદ પણ શોધખોળ યથાવત્

સુરતમાં ખુલ્લા મેનહોલમાં 2 વર્ષનું બાળક પડ્યું, કલાક બાદ પણ શોધખોળ યથાવત્

સુરત: વરિયાવ વિસ્તારથી કરુણ ઘટના બની હોવાના સમાચાર મળી રહ્યા છે. ગઈકાલે સાંજે બે વર્ષનું બાળક સીવરના ખુલ્લા મેનહોલમાં ખાબક્યું હતું. આખી વાત એમ છે કે, સુરતના ન્યુ કતારગામ વિસ્તારમાં 5 ફેબ્રુઆરીના સાંજના 5:30ની આસપાસ બે વર્ષનું બાળક 3 ફૂટની ખુલ્લી ગટરમાં પડી ગયું હતું. ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ બાળક ન મળી આવતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

ઘટનાની ગંભીરતાને પગલે તાત્કાલિક ફાયર વિભાગ સ્થળ પર દોડી આવ્યું હતું અને કેમેરાની મદદ ડ્રેનેઝ લઈનમાં શોધખોળ શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે બાળકની શોધખોળ હજુ સુધી ચાલી રહી છે. બાળકની ઓળખ કેદાર તરીકે થઇ છે. જેની ઉમર માત્ર બે વર્ષ છે. સૂત્રોની જાણકારી પ્રમાણે સુરતના ફાયર અને ઈમરજન્સી સર્વિસના કર્મતારીઓ અને સ્થાનિક પણ બચાવ કામગીરી કરવાના પ્રયાસ કરી રહ્યા હતા. જોકે પાણીના તેજ વહેણને કારણે બાળક ઘણું આગળ સુધી પહોંચી ગયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટના બાદ ફાયર ઓફિસર જણાવ્યું કે ભારે વાહનોની અવર જવરને કારણે આ મેનહોલનું ઢાકણ તૂટી ગયું છે. રેસ્ક્યૂ માટે 60-70 કર્મચારીને તહેનાત કરાયા છે. નોંધનીય છે કે ઘટનાને કલાકો વિતી ચૂક્યા છતા બાળકને બહાર લાવવામાં સફળ થયા નથી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular