Friday, July 4, 2025
Google search engine
HomeNewsGujaratBAPS મંદિરમાં પ્રમુખસ્વામી મહારાજની ૧૦૦મી જન્મજયંતીની ઉજવણી

BAPS મંદિરમાં પ્રમુખસ્વામી મહારાજની ૧૦૦મી જન્મજયંતીની ઉજવણી

કેલિફોર્નિયાઃ કેલિફોર્નિયામાં BAPS મંદિરની ૧૦મી વર્ષગાંઠ અને પ્રમુખસ્વામી મહારાજની ૧૦૦મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં શાનદાર ઉજવણી થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ અને બિનનિવાસી ભારતીયો જોડાયા હતા. આ કાર્યક્રમમાં એક જ કલાકમાં NRI દ્વારા રૂ. છ કરોડનું દાન એકત્રિત થયું હતું.

BAPSના લોસ એન્જલસમાં યોજાયેલા કાર્યક્રમમાં ભવ્ય લેસર શોના માધ્યમથી પ્રમુખસ્વામી મહારાજના જીવન ચરિત્ર પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો, આ કાર્યક્રમ બિનનિવાસી ભારતીયોએ માણ્યો હતો.

આ કાર્યક્રમમાં લેબોન હોસ્પિટાલિટીના યોગી પટેલ, ડો. અનિલ શાહ – સેરિટોઝ કોલેજ ફાઉન્ડેશન, પરિમલ શાહ, ચીનો હિલ્સ BAPS મંદિરના કો-ઓર્ડિનેટર ઘનશ્યામસિંહ ઝાલા, લોસ એન્જલસના કાઉન્સિલ વિમેન યંગ કિમ અને કિમ કર સહિતના બીજા ઉદ્યોગપતિ ઉપસ્થિત રહ્યા હતા.

સીનોહિલ્સ સ્વામિનારાયણ મંદિરના ઉપક્રમે સીનોહિલ્સ કેલિફોર્નિયામાં ભારતીયોની મદદ અને સેવા માટે ડોનેશન એકત્રિત કરી શકાય તે માટે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. BAPS સીનોહિલ્સ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ડોકટર્સ, એન્જિનિયર્સ, બિનનિવાસી ભારતીય સમુદાયની હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.

આ દાન એકત્ર કરવામાં ઓરેન્જ કાઉન્ટીમાં લોકપ્રિય નેતાઓમાંથી એક એવાં કાઉન્સિલ વુમન અને સેનેટર કિમ કર ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular