Saturday, May 17, 2025
Google search engine
HomeNewsGujaratગુજરાત સરકારમાં મંત્રીઓના અંગત સચિવ અને અંગત મદદનીશની નિમણૂંક

ગુજરાત સરકારમાં મંત્રીઓના અંગત સચિવ અને અંગત મદદનીશની નિમણૂંક

8 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થઈ ગયાં છે, જેમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી 156 સીટ જીતી લીધી છે. આ વિજય બાદ ભાજપે નવી સરકારની રચના કરી હતી. ત્યારે હવે નવા મંત્રી મંડળની રચના થયાં બાદ આજરોજ મંત્રીઓના અંગત સચિવ અને અંગત મદદનીશની નિમણુક કરવામાં આવી છે.

અગાઉ કામચલાઉ ધોરણે મંત્રીઓના અંગત સચિવ અને અંગત મદદનીશની નિમણુક કરવામાં આવી હતી.તેની જગ્યાએ આજરોજ નવા સચિવ અને મદદનીશની નિમણુક કરવામાં આવી. કુલ 16 મંત્રીઓના 38 અંગત મદદનીશ અને સચિવોની નિમણુક થઇ છે જેમાં મુખત્વે વર્ગ ૧ અને 2 ના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ મંત્રીઓ ઈચ્છે ત્યાં સુધી આ કરાર આધારિત અધિકારીઓ તેમની સાથે જોડાયેલા રહેશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular