Friday, June 13, 2025
Google search engine
HomeNewsGujaratકોંગ્રેસની વધુ એક યાદી જાહેર, જીગ્નેશ મેવાણી અને ગેની બેનને મળી ટિકિટ

કોંગ્રેસની વધુ એક યાદી જાહેર, જીગ્નેશ મેવાણી અને ગેની બેનને મળી ટિકિટ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. આ વચ્ચે તમામ પાર્ટીઓ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી રહી છે. ત્યારે આજે કોંગ્રેસે વધુ એક યાદી જાહેર કરી છે. કોંગ્રેસે આજે વધુ 33 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. જેમાં વડગામ બેઠક પરથી જીગ્નેશ મેવાણી, વાવ બેઠક પરથી ગેની બેન ઠાકોર, થરાદ બેઠક પરથી ગુલાબસિંહ રાજપુત અને પાટણ બેઠક પરથી કિરીટ પટેલને ટિકિટ આપવામાં આવી છે.

આ પહેલા કોંગ્રેસે 5 નામ જાહેર કર્યા હતા

ગુજરાત વિધાનસભાની ચૂટણીને લઈને કોંગ્રેસે 6 નામોની જાહેરાત કરી હતી. તેમાં 5 નવા નામ છે અને એક બેઠક પર ઉમેદવારને બદલવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ બોટાદમાં ઉમેદવાર બદલવામાં આવ્યા છે. ગારીયાધાર બેઠક પર હાલમાં કોંગ્રેસમાં જોડાયેલા મનુભાઈ ચાવડાના પુત્રને ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત મોરબીમાં 6 વખત ચૂંટણી હારેલા ઉમેદવાર જેન્તી જેરાજ પટેલને આજે ફરી સાતમી વખત તેમને ટિકિટ આપવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular