Sunday, May 18, 2025
Google search engine
HomeNewsGujaratગુજરાત તરબોળ, બીજા દિવસે સ્કૂલોમાં રજા જાહેર

ગુજરાત તરબોળ, બીજા દિવસે સ્કૂલોમાં રજા જાહેર

છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવી રહ્યા છે. જન્માષ્ટમીના દિવસે તો મેઘરાજાએ અમદાવાદ શહેરમાં તોફાની બેટિંગ કરી હતી જેના પગલે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. આજે પણ આખો દિવસ શહેરમાં વરસાદી માહોલ રહ્યો છે. આવતીકાલે પણ અમદાવાદમાં ભારે વરસાદની સ્થિતિને જોતા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જેને પગલે સતત બીજા દિવસે અમદાવાદ શહેર અને જિલ્લાની તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.

અમદાવાદ ઉપરાંત રાજ્યના દાહોદ, વડોદરા, ખેડા, મોરબી, પોરબંદર અને મહીસાગર જિલ્લામાં તમામ સ્કૂલોમાં આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શહેરની તમામ પ્રાથમિક, ઉચ્ચતર માધ્યમિક, સરકારી, ખાનગી અને ગ્રાન્ટેડ સ્કૂલોના આચાર્યને આવતીકાલે રજા જાહેર કરવા માટે મૌખિક સૂચના આપી દેવામાં આવી છે. જેમાં અમદાવાદમાં સતત ચાલુ રહેલા વરસાદ અને હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને આવતીકાલે તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular