Monday, May 19, 2025
Google search engine
HomeNewsNational2020માં ધારાસભ્યથી લઈને 2024માં મુખ્યમંત્રી સુધીની આતિશીની સફર

2020માં ધારાસભ્યથી લઈને 2024માં મુખ્યમંત્રી સુધીની આતિશીની સફર

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના આતિશી દિલ્હીના ત્રીજા મહિલા મુખ્યમંત્રી બનવા જઈ રહ્યાં છે. તે અરવિંદ કેજરીવાલ કેબિનેટમાં સૌથી પ્રભાવશાળી મંત્રી રહ્યાં છે. ધારાસભ્ય દળની બેઠકમાં આતિશીના નામ પર મહોર લગાવવામાં આવી છે. મંગળવારે AAP સંયોજક કેજરીવાલે સિવિલ લાઇન્સ સ્થિત આવાસ પર બેઠક બોલાવી હતી. તેમાં સર્વસંમતિથી નવા મુખ્યમંત્રી તરીકે આતિશીની પસંદગી કરવામાં આવી હતી. આતિશી પંજાબના રાજપૂત પરિવારમાંથી આવે છે અને ઑક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક છે. આતિશી વર્ષ 2020ની વિધાનસભા ચૂંટણીમાં પહેલીવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતાં અને 2023માં પહેલીવાર કેજરીવાલ સરકારમાં મંત્રી બન્યા હતાં. હવે એક વર્ષ બાદ જ 2024માં તેઓને મુખ્યમંત્રી બનવવામાં આવ્યા છે. આ પહેલાં તેઓ 2019માં પૂર્વ દિલ્હી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યાં હતાં અને ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીરને 4.77 લાખ મતથી હરાવ્યા હતાં.આતિશીને કેજરીવાલના નજીકના સહયોગી અને વિશ્વાસપાત્ર વ્યક્તિ માનવામાં આવે છે. તેઓ અન્ના આંદોલનના સમયથી સંગઠનમાં સક્રિય છે. હાલ તેમની પાસે સૌથી વધારે મંત્રાલયોની જવાબદારી છે. જ્યારે માર્ચમાં અરવિંદ કેજરીવાલ જેલ ગયાં, ત્યારથી તે પાર્ટીથી લઈને સરકાર સુધીની બાબતોનો મોરચો સંભાળે છે. મુખ્યમંત્રીને લઈને જે અન્ય નામોની ચર્ચા હતી, તેમાં કૈલાશ ગેહલોત, ગોપાલ રાય અને સૌરભ ભારદ્વાજનું નામ પણ સામેલ હતું.આતિશી વર્ષ 2020માં પહેલીવાર કાલકાજી વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતાં. તેઓએ ભાજપ ઉમેદવાર ધર્મવીર સિંહને 11 હજારથી વધુ મતોથી હરાવ્યા હતાં. આતિશીનો જન્મ 8 જૂન 1981માં દિલ્હીમાં થયો હતો. તેમના પિતા નામવિજય સિંહ દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર રહ્યાં છે. આતિશીએ શાળાનું શિક્ષણ નવી દિલ્હી સ્પ્રિંગડેલ સ્કૂલમાંથી પ્રાપ્ત કર્યું હતું. તેઓએ સેન્ટ સ્ટિફન્સ કોલેજમાંથી ઈતિહાસ વિષય સાથે અભ્યાસ કર્યો અને ઑક્સફોર્ડ યુનિવર્સિટીમાં શેવનિંગ સ્કોલરશિપ પર માસ્ટરસ ડિગ્રી હાંસલ કરી. થોડા વર્ષો બાદ શૈક્ષણિક સંશોધનમાં રોડ્સ સ્કૉલરના રૂપે ઑક્સફોર્ડથી પોતાની બીજી માસ્ટર ડિગ્રી મેળવી. તેઓએ મધ્ય પ્રદેશના એક નાનકડા ગામમાં સાત વર્ષ વિતાવ્યા હતા. જ્યાં તેઓ જૈવિક ખેતી અને પ્રગતિશીલ શિક્ષા પ્રણાલીઓ સાથે જોડાયા. તેઓએ ત્યાં બિન-લાભકારી ઘણી સંસ્થાઓ સાથે કામ કર્યું. જ્યાં પહેલીવાર AAPના કેટલાંક સભ્યો સાથે આતિશીની મુલાકાત થઈ અને પાર્ટીના સ્થાપના સમયથી જ તેઓ પાર્ટીમાં જોડાયા.આતિશી 2013ની વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના ચૂંટણી ઢંઢેરા સમિતિના પ્રમુખ સભ્ય હતાં. પાર્ટી બની ત્યારે શરૂઆતી સમયમાં તેની નીતિઓને આકાર આપવામાં આતિશીએ મુખ્ય ભાગ ભજવ્યો હતો. આ સિવાય આતિશીએ પાર્ટી પ્રવક્તા રૂપે પણ દમદાર રીતે પોતાના પક્ષ મુક્યો છે. આતિશી કેજરીવાલની જેમ મનિષ સિસોદિયાના પણ નજીકની વ્યક્તિ માનવામાં આવે છે. તેઓએ મનિષ સિસોદિયાના સલાહકાર તરીકે અને તેમની ગેરહાજરીમાં શિક્ષા મંત્રાલયનું કામ પણ સંભાળ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular