Sunday, July 13, 2025
Google search engine
HomeNewsEntertainment'મારા પર ચડશો નહીં, તમે મને ડરાવી રહ્યાં છો'

‘મારા પર ચડશો નહીં, તમે મને ડરાવી રહ્યાં છો’

મુંબઈ: આ દિવસોમાં તાપસી પન્નુ તેની આગામી ફિલ્મ ‘ફિર આયી હસીન દિલરૂબા’ને લઈને સતત ચર્ચામાં છે. આ ફિલ્મ 2021ની રોમેન્ટિક થ્રિલર ‘હસીન દિલરૂબા’ની સિક્વલ છે, જે આજે રિલીઝ થવાની છે. આ ફિલ્મને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મની રિલીઝ પહેલા ગઈ કાલે રાત્રે તેનું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું, જ્યાં ફિલ્મના મુખ્ય કલાકારો વિક્રાંત મેસી, તાપસી પન્નુ, સની કૌશલ અને જીમી શેરગિલ પહોંચ્યા હતા.

આ સિવાય સનીનો મોટો ભાઈ વિકી કૌશલ તેના માતા-પિતા શામ કૌશલ, વીણા કૌશલ સાથે ઈવેન્ટમાં સામેલ થયો હતો. આ દરમિયાનની તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં ઈવેન્ટમાં આવેલા સ્ટાર્સના અલગ-અલગ લુક જોવા મળ્યા હતા.

તાપસી પાપારાઝી પર ગુસ્સે

જો આ ઈવેન્ટમાં પહોંચેલી ફિલ્મની બ્યુટી દિલરૂબાના લુકની વાત કરીએ તો તે બ્લેક અને રેડ કલરના સુંદર આઉટફિટમાં જોવા મળી હતી. તાપસીએ તેના બ્લેક અને રેડ કલરના સ્ટાઈલિશ ડ્રેસમાં સૌનું ધ્યાન ખ્ંચ્યુ હતું. આ લુકમાં તે ખરેખર ખૂબ જ સુંદર લાગી રહી હતી. પરંતુ આ ઈવેન્ટ દરમિયાન તાપસી સાથે કંઈક એવું થયું કે તે ગુસ્સામાં લાલઘુમ થઈ ગઈ હતી. તો વાત એમ છે કે સ્ક્રિનિંગ સમાપ્ત થયા પછી જ્યારે તાપસી ત્યાંથી તેની કાર તરફ જતી હતી, ત્યારે પાપારાઝી વચ્ચે તેની તસવીરો ક્લિક કરવાના પ્રયાસમાં ધક્કા મુક્કી કરી રહ્યાં હતાં. આ જોઈને તાપસી ગુસ્સે થઈ ગઈ હતી. આ સમયગાળાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પાપારાઝી પર પોતાનો ગુસ્સો કાઢતી જોવા મળી રહી છે. તે કહેતી જોવા મળે છે – ‘મારા પર ચઢશો નહીં, તમે આ કરીને મને ડરાવી રહ્યા છો.’ આ પછી ત્યાં હાજર અન્ય પેપ્સ કહેવા લાગ્યા કે તેણીએ મેડમને સોરી કહેવું જોઈએ. આ સાંભળીને તે પેપ્સ એક્ટ્રેસને સોરી કહેવા લાગે છે. બાદમાં તાપસી તરત કારમાં બેસી જાય છે. હવે તાપસીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોયા બાદ લોકો તાપસીની મજાક પણ ઉડાવી રહ્યા છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે અભિનેત્રી આ રીતે પેપ્સ પર ગુસ્સે થતી જોવા મળી હોય.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Pap (@bollywoodpap)

ફિલ્મ સંબંધિત માહિતી

તાપસીની ફિલ્મ ‘ફિર આયી હસીન દિલરૂબા’ આજે 9 ઓગસ્ટના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. ફિલ્મનું દિગ્દર્શન જયપ્રદ દેસાઈએ કર્યુ છે. તેની વાર્તા કનિકા ધિલ્લોને લખી છે. ‘ફિર આયી હસીન દિલરૂબા’નું નિર્માણ આનંદ એલ રાય, હિમાંશુ શર્મા, ભૂષણ કુમાર અને કૃષ્ણ કુમાર દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ કનિકા ધિલ્લોન અને શિવ ચન્ના દ્વારા સહ-નિર્માણ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ફિલ્મનો પહેલો ભાગ વર્ષ 2021માં ‘હસીન દિલરૂબા’ નામથી રિલીઝ થયો હતો, જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યો હતો. રાની અને રિશુની લવસ્ટોરી ફરી એકવાર દર્શકોને ડરાવવા અને મનોરંજન કરવા માટે તૈયાર છે. ફિલ્મમાં તાપસી સિવાય સની કૌશલ અભિમન્યુના રોલમાં અને જીમી શેરગિલ મૃત્યુંજયના રોલમાં જોવા મળશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular