Tuesday, July 22, 2025
Google search engine
HomeNewsInternationalકેનેડાની ચૂંટણીમાં ભારતીય હસ્તક્ષેપને વિદેશ મંત્રાલયે ફગાવ્યા

કેનેડાની ચૂંટણીમાં ભારતીય હસ્તક્ષેપને વિદેશ મંત્રાલયે ફગાવ્યા

નવી દિલ્હીઃ ભારત અને કેનેડાના સંબંધોમાં ટેન્શન સતત વધતું જઈ રહ્યું છે. કેનેડામાં થયેલી ચૂંટણીમાં ભારતના દખલના આરોપોને વિદેશ મંત્રાલયે ફગાવ્યા છે. મંત્રાલયે કહ્યું હતું કે એનાથી અમારે કોઈ લેવાદેવા નથી. મંત્રાલયે કહ્યું હતું કે એ કેનેડા છે, જે ભારતના આંતરિક મામલોમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે.

અમે હસ્તક્ષેપની ગતિવિધિઓ વિશે એક રિપોર્ટ જોયો છે. વાસ્તવમાં કેનેડા સતત ભારતના આંતરિક મામલાઓ હસ્તક્ષેપ કરી રહ્યું છે. એનાથી ગેરકાયદે પ્રવાસ અને સંગઠિત ગુનાઇત કામગીરી માટે માહોલ બનાવ્યો છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

કેનેડાના એક રિપોર્ટમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે ભારતે કેનેડાની ચૂંટણીમાં ત્રણ રાજકીય પક્ષોના ઉમેદવારોને ગુપ્ત નાણાકીય મદદ આપવા માટે પ્રોકસી એજન્ટોનો ઉપયોગ કર્યો છે. આ મામલે ભૂતપૂર્વ PM જસ્ટિન ટ્રુડોએ સપ્ટેમ્બર,2023માં જસ્ટિન મેરી જોસ હોગે ચીન, રશિયા અને અન્ય દેશો દ્વારા ચૂંટણીમાં કરવામાં આવેલા હસ્તક્ષેપની તપાસ માટે બનેલા પંચના નેતૃત્વની જવાબદારી સોંપી હતી.

એની તપાસનું નેતૃત્વ કરવાવાળા કમિશનર મેરી-જોસી હોગે લખ્યું હતું કે PRC (પીપ્યુલ્સ રિપબ્લિક ઓફ ચાઇના)ની જેમ ભારતની કેનેડામાં ડિપ્લોમેટ્સ અને પ્રોક્સીના માધ્યમથી વિદેશી હસ્તક્ષેપ કરે છે. આ પહેલાં કેનેડાની ચૂંટણીમાં ભારતીય મૂળની ભૂતપૂર્વ કેનેડિયન સાંસદ રૂબી ઢલ્લાએ જાહેરાત કરી છે કે તે લિબરલ પાર્ટીના નેતા અને કેનેડાના આગામી વડા પ્રધાન બનવા માટે ચૂંટણી લડી રહ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular