Friday, June 6, 2025
Google search engine
HomeNewsInternationalઈમરાન ખાન અને બુશરા બીબી તોશાખાનાના નવા કેસમાં દોષિત

ઈમરાન ખાન અને બુશરા બીબી તોશાખાનાના નવા કેસમાં દોષિત

પાકિસ્તાન: પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને ઈસ્લામાબાદની એક વિશેષ અદાલતે ગુરુવારે તોશાખાનાના નવા કેસમાં દોષિત ઠેરવ્યા છે. નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (NAB) દ્વારા ઈમરાન ખાન અને તેમના પત્ની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.સ્થાનિક જિયો ન્યૂઝ અનુસાર, બાદમાં ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FIA)એ આ કેસને પોતાના હાથમાં લીધો હતો. ગત સપ્ટેમ્બર મહિનામાં આ કેસમાં ચલણ ફાઈલ કરવામાં આવ્યું હતું. રાવલપિંડીની અદિયાલા જેલની વિશેષ અદાલતમાં કેસની સુનાવણી બાદ ઈમરાન ખાન અને બુશરા બીબી સામે આરોપો ઘડવામાં આવ્યા હતા.પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પહેલાથી જ અન્ય એક કેસમાં જેલમાં કેદ છે. આ પહેલા જેલમાં રહેલા ઈમરાન ખાનને તોશાખાના (તોશાખાના કેસ-2) સંબંધિત અન્ય એક કેસમાં જામીન મળ્યા હતા. ત્યાર બાદ ઈસ્લામાબાદ હાઈકોર્ટે જામીન તરીકે 10 લાખ પાકિસ્તાની રૂપિયાના બોન્ડ જમા કરાવવાનો આદેશ આપ્યો હતો. જો કે તે જેલમાંથી મુક્ત થયા ન હતા. બુશરા બીબી તોશાખાના કેસમાં જામીન મળ્યા બાદ જેલમાંથી બહાર આવ્યા છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટે બુશરા બીબીને 10 લાખ રૂપિયાના જામીન પર મુક્ત કર્યા હતા. તેઓ રાવલપિંડીની અદિયાલા જેલમાં 9 મહિના સુધી કેદ હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular