Friday, June 6, 2025
Google search engine
HomeNewsNationalભારતીય ક્રિકેટરના પુત્રએ લિંગ પરિવર્તન કરાવ્યું: આર્યનમાંથી બન્યો અનાયા

ભારતીય ક્રિકેટરના પુત્રએ લિંગ પરિવર્તન કરાવ્યું: આર્યનમાંથી બન્યો અનાયા

મુંબઈ: ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ સંજય બાંગરના પુત્ર આર્યન એ સોમવારે લિંગ પરિવર્તન (હોર્મોનલ ટ્રાન્સફોર્મેશન)નો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો. તાજેતરમાં જ સંજય બાંગરના પુત્ર આર્યનએ પોતાનું લિંગ બદલાવ્યું છે. હવે આર્યન છોકરામાંથી છોકરી બની ગયો છે. તેણે દવા અને સર્જરી દ્વારા પોતાના શરીરને બદલી નાખ્યું છે. તેણે પોતે જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ માહિતી આપી હતી. જ્યાં તેણે પોતાનું નામ બદલીને અનાયા રાખ્યું છે.23 વર્ષીય આર્યનએ સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું- ‘હું શક્તિ ગુમાવી રહ્યો છું, પરંતુ ખુશી પણ મેળવી રહ્યો છું. શરીર બદલાઈ રહ્યું છે, ડિસફોરિયા ઓછો થઈ રહ્યો છે… હજી લાંબો રસ્તો કાપવાનો છે, પણ દરેક પગલું મને મારા જેવું લાગે છે.

આર્યન (અનાયા) પણ એક ક્રિકેટર છે. તે ડાબોડી બેટ્સમેન છે જે સ્થાનિક ક્રિકેટ ક્લબ, ઈસ્લામ જીમખાના માટે ક્રિકેટ રમે છે. તેણે લિસેસ્ટરશાયરમાં હિંકલે ક્રિકેટ ક્લબ માટે પણ ઘણા રન બનાવ્યા છે. આર્યન (હવે અનાયા) છોકરી બન્યા બાદ ખૂબ જ ખુશ છે. તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં તેણે લખ્યું હતું કે, ‘ક્રિકેટ રમવાનું મારું સપનું સાકાર કરવા માટે મેં ઘણું બલિદાન આપ્યું છે. આ સફર મારા માટે આસાન ન હતી. પરંતુ મારા માટે આ હાંસલ કરેલી જીત અન્ય તમામ બાબતો કરતાં વધુ મહત્ત્વની છે.’

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular