Thursday, May 22, 2025
Google search engine
HomeNewsInternationalચેર્નોબિલનું સુપર જંતુ, જેના પર ખતરનાક રેડિયેશનની નથી થઈ અસર!

ચેર્નોબિલનું સુપર જંતુ, જેના પર ખતરનાક રેડિયેશનની નથી થઈ અસર!

યુક્રેન: ચેર્નોબિલ એ વિશ્વનો સૌથી ખતરનાક કિરણોત્સર્ગી વિસ્તાર છે. જ્યાં માનવી રહી શકતો નથી. વર્ષ 1986માં અહીં બનેલી ભયાનક ઘટનામાં કિરણોત્સર્ગથી હજારો પ્રાણીઓ મૃત્યુ પામ્યા હતા. જે જીવીત બચ્યા તે કેન્સર જેવી ખતરનાક બીમારીથી પીડિત બની ગયા. આ વિનાશક ઘટના બાદ બે વસ્તુઓ થઈ. કેટલાંક પ્રાણીઓએ રેડિયેશન પછી પોતાને બદલી નાખ્યા. જેમ કે કેટલાક કૂતરાઓ. બીજી તરફ અન્ય કેટલાંક પ્રાણીઓ એવાં પણ હતા કે જેમના પર રેડિયેશનની કોઈ અસર જોવા મળી ન હતી.તે જીવો ખાસ છે જેમના પર આવા ખતરનાક અકસ્માતની કોઈ વિપરીત અસર થઈ નથી. આ શોધથી વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા છે. ચેર્નોબિલ એક્સક્લુઝન ઝોન (CEZ)માં કેટલાક માઇક્રોસ્કોપિક જંતુઓ મળી આવ્યા છે. એટલે કે નેમાટોડ્સ. તેમના શરીર પર રેડિયેશનની કોઈ અસર થતી નથી. જો કોઈ વ્યક્તિ આ કુદરતી ટેકનિક અપનાવે તો તેને પણ રેડિયેશનની અસર નહીં થાય. હવે વૈજ્ઞાનિકો આ બાબતનો અભ્યાસ કરી રહ્યા છે.વૈજ્ઞાનિકોએ ચેર્નોબિલની આસપાસમાંથી એકત્ર કરેલા નેમાટોડ્સ તેમના શરીર પર રેડિયેશનની કોઈ અસર દર્શાવતા ન હતા. આ જોઈને વૈજ્ઞાનિકો આશ્ચર્યચકિત થઈ ગયા. જ્યારે આ સંપૂર્ણપણે અશક્ય બાબત હતી. અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ કહ્યું કે CEZ અન્ય જીવો માટે સુરક્ષિત નથી, પરંતુ આ જંતુઓ અહીં સંપૂર્ણપણે સુરક્ષિત છે.

આ નેમાટોડ્સે ચાર્નોબિલના વાતાવરણને તેમના પર પ્રભુત્વ જમાવવા દીધું ન હતું. ન્યુયોર્ક યુનિવર્સિટીના જીવવિજ્ઞાની સોફિયા ટિંટોરીએ જણાવ્યું હતું કે આ નેમાટોડ્સનો અભ્યાસ કરીને આપણે તેમના ડી.એન.એ. રિપેર મિકેનિઝમને સમજી શકીએ છીએ. જેથી ભવિષ્યમાં રેડિયેશન પીડિતો અને કેન્સરના દર્દીઓ માટે તેમની મદદથી દવાઓ બનાવી શકાય.એપ્રિલ 1986માં પરમાણુ વિસ્ફોટ બાદ ચાર્નોબિલ નજીક આવેલું શહેર પ્રિપિયત હજુ પણ ખાલી છે. અહીં જવા માટે સરકારની પરવાનગી લેવી પડે છે. અહીં, વૃક્ષો, છોડ અને પ્રાણીઓ બધા વિસ્ફોટ પછી ફેલાયેલા રેડિયેશનની પકડમાં આવી ગયા છે. જેના કારણે મ્યુટેશન, કેન્સર અને મૃત્યુ જેવી ઘટનાઓ જોવા મળી હતી.

આ વિસ્તારને માનવી માટે રહેવા યોગ્ય બનતા હજારો વર્ષ લાગશે. પરંતુ જ્યાં સુધી પ્રાણીઓનો સંબંધ છે, તેઓ આવા વિસ્તારથી દૂર જવાના પ્રતિબંધને સમજતા નથી. જ્યારે તેઓને એવું લાગશે કે આ વિસ્તાર તેમના માટે યોગ્ય નથી, ત્યારે જ તેઓ આ વિસ્તાર છોડી દેશે. વિસ્ફોટ બાદ CEZનો 2600 ચોરસ કિલોમીટર વિસ્તાર પ્રાણીઓ માટે અભયારણ્ય બની ગયો છે. આ વિસ્તારમાં રહેતા જીવો પર રેડિયેશનની વિવિધ અસરો જોવા મળી છે. દરેક જાતિઓ માટે આ અસર અલગ-અલગ છે.સોફિયાએ કહ્યું કે ચેર્નોબિલ અકસ્માતની સરખામણી કરી શકાય નહીં. તેની સ્થાનિક વસ્તી પર નોંધપાત્ર અસર પડી છે. વસ્તી માત્ર માણસોની નથી પણ પ્રાણીઓની પણ છે. અહીં કિરણોત્સર્ગી પ્રકૃતિએ તેની સાથે રહેવા માટે યોગ્ય જીવોની પસંદગી કરી છે. તેમને રહેવા યોગ્ય બનાવવા માટે તેમના પર્યાવરણમાં ફેરફાર કરવાની ફરજ પાડવામાં આવી છે. જેમ કે કેટલાક કૂતરાઓના જનીનો પરિવર્તિત થઈ ગયા. તેઓને રેડિયેશનની અસર થઈ હતી.

જ્યાં સુધી આ નેમાટોડ્સનો સંબંધ હતો, ત્યાં સુધી તેમના પર રેડિયેશનની કોઈ અસર નહોતી. આ રાઉન્ડવોર્મ્સ છે, જેમ કે વરસાદમાં જોવા મળતા અળસિયા. તેઓ વિવિધ પ્રકારના રહેઠાણોમાં રહે છે. તેઓ અન્ય જીવોના શરીરમાં પણ રહે છે. તેઓ એટલા સખત હોય છે કે હજારો વર્ષો સુધી પર્માફ્રોસ્ટ એટલે કે બરફમાં દટાયા પછી તેઓ ફરી જીવતા થાય છે. તેમના જીનોમ સરળ છે. તેઓ ખૂબ જ ટૂંકું જીવન જીવે છે. મતલબ કે તેમની ઘણી પેઢીઓ ટૂંકા ગાળામાં બદલાઈ જાય છે.

સોફિયા અને તેના સાથીદારોને ચેર્નોબિલ નજીક ઓશિઅસ ટિપુલા પ્રજાતિના નેમાટોડ્સ મળ્યા છે જે જમીનમાં રહે છે. સોફિયાએ સડેલા ફળો, પાંદડાં અને માટીમાંથી સેંકડો જંતુઓના નમૂના એકત્ર કર્યા છે. તેઓ ગીગર કાઉન્ટર્સ સાથે રેડિયેશન માટે પરીક્ષણ કરવામાં આવ્યા હતા. ત્યાંથી એકત્ર કરાયેલા 300 જંતુઓનું લેબમાં સંવર્ધન કરવામાં આવ્યું હતું. 15 નમૂનાઓની જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવી હતી. આની ફિલિપાઇન્સ, જર્મની, અમેરિકા, મોરેશિયસ અને ઓસ્ટ્રેલિયાના જંતુઓના જીનોમ સિક્વન્સ સાથે સરખામણી કરવામાં આવી હતી. નવાઈની વાત એ હતી કે તેઓ બધા સરખા હતા. રેડિયેશનની કોઈ અસર નહોતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular