Thursday, July 24, 2025
Google search engine
HomeNewsEntertainmentયૂટ્યૂબે ટીવી સેવાઓની કિંમત વધારીને પ્રતિ માસ $72.99 કરી

યૂટ્યૂબે ટીવી સેવાઓની કિંમત વધારીને પ્રતિ માસ $72.99 કરી

સેન ફ્રાન્સિસ્કોઃ ગૂગલની માલિકીની યૂટ્યૂબ ચેનલે જાહેરાત કરી છે કે કન્ટેન્ટ ખર્ચમાં થયેલા વધારાને કારણે તેણે એના ટીવી સબ્સ્ક્રિપ્શનની કિંમત પ્રતિ માસ 64.99 ડોલરથી વધારીને 72.99 ડોલર કરી છે.

નવા સભ્યો માટે આ કિંમત 16 માર્ચથી અમલમાં આવી છે જ્યારે વર્તમાન સભ્યો માટે કિંમતમાં ફેરફાર 18 એપ્રિલથી અમલમાં આવશે. યૂટ્યૂબ ટીવીએ ત્રણ વર્ષમાં આ પહેલી વાર કિંમતમાં વધારો કર્યો છે. આ સેવાનો આરંભ 2017માં કરવામાં આવ્યો હતો. એ વખતે તેનો ભાવ પ્રતિ માસ 35 ડોલર હતો. 2020ના જુલાઈમાં યૂટ્યૂબ ટીવી સર્વિસીસની કિંમત 49 ડોલર હતી, જે તેણે વધારીને 64.99 ડોલર કરી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular