Thursday, May 15, 2025
Google search engine
HomeNewsEntertainmentપેપ્સીએ નવા બ્રાન્ડ-એમ્બેસેડર તરીકે રણવીરસિંહને કરારબદ્ધ કર્યો

પેપ્સીએ નવા બ્રાન્ડ-એમ્બેસેડર તરીકે રણવીરસિંહને કરારબદ્ધ કર્યો

મુંબઈઃ જગવિખ્યાત સોફ્ટ ડ્રિન્ક પેપ્સીની ઉત્પાદક કંપનીએ બોલીવુડ અભિનેતા રણવીરસિંહને તેના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કરારબદ્ધ કર્યો છે. આ સાથે જ આ ઠંડા પીણાનાં પ્રચારની નવી ટેગલાઈન પણ પસંદ કરાઈ છેઃ ‘રાઈઝ અપ, બેબી!’

પેપ્સીએ અગાઉ જુદી જુદી ટેગલાઈનનો ઉપયોગ કર્યો હતો. જેમ કે, 1992માં તે હતી ‘યહી હૈ રાઈટ ચોઈસ બેબી’ અને 1998માં હતી ‘યે દિલ માંગે મોર’. ‘રાઈઝ અપ, બેબી!’ પહેલાં એની ટેગલાઈન હતી ‘હર ઘૂંટ મેં સ્વેગ.’

ઉલ્લેખનીય છે કે આ કોલા ઉત્પાદક કંપની પેપ્સીકો દર ચાર વર્ષના સમયગાળા બાદ પોતાની ટેગલાઈન બદલે છે. સેગમેન્ટમાં નવા પ્રવેશ કરતા યુવા ગ્રાહકોનાં નવા બેઝને આકર્ષિત કરવાના ઉદ્દેશ્ય સાથે તે પરિવર્તન અજમાવે છે. પેપ્સી બ્રાન્ડ વિશ્વ સ્તરે તેનાં 125મા વર્ષમાં પ્રવેશી છે.

પેપ્સી બ્રાન્ડે અન્ય બોલીવુડ અભિનેતા સલમાન ખાનને પણ પોતાનાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યો છે. એવી જ રીતે,  યાદીમાં કન્નડ ફિલ્મ ‘કેજીએફ’ના અભિનેતા યશનો પણ સમાવેશ કર્યો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular