Monday, July 21, 2025
Google search engine
HomeNewsEntertainmentલલિત મોદી સાથે સુષ્મિતાના સંબંધોઃ ચારુ અસોપાએ શું કહ્યું?

લલિત મોદી સાથે સુષ્મિતાના સંબંધોઃ ચારુ અસોપાએ શું કહ્યું?

મુંબઈઃ લલિત મોદીએ બોલીવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન સાથેના સંબંધો જાહેર કર્યા પછી તેમની અંગત પળોનાનો ફોટો વાઇરલ થઈ રહ્યા છે. ભૂતપૂર્વ મિસ યુનિવર્સ રોહમન શોલ સાથે બ્રેકઅપ કર્યા પછી હાલમાં લલિત મોદીને ડેટ કરી રહી છે. લલિત મોદીએ ખુદ આ વાતની માહિતી આપી છે કે તે અને સુષ્મિતા એકમેકને ડેટ કરી રહ્યા છે.

ચારુ અસોપાએ સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેન સાથે લગ્ન કર્યાં હતાં, પણ તેમનું લગ્નજીવન બહુ લાંબું ચાલ્યું નહીં અને તેમણે છૂટાછેડા લીધા છે. જોકે ચારુ સુષ્મિતા સાથે હૂંફાળા સંબંધો ધરાવે છે, તેણે સુષ્મિતાના નવા રિલેશનશિપ વિશે કોઈ પણ કોમેન્ટ કરવાની ના પાડી હતી.

સુષ્મિતા સેન અને લલિત મોદીએ તેમના સંબંધોને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને જાહેર કરીને તેમના ફેન્સને સાનંદાશ્ચર્ય અને આંચકો આપ્યો હતો. તેઓ બંને એકમેકને ઘણા લાંબા સમયથી જાણતા હતા અને તેઓ હવે એકબીજાને ડેટ કરી રહ્યા છે. લલિત મોદીએ પોસ્ટમાં જણાવ્યા મુજબ આ કપલ હવે ટૂંક સમયમાં પ્રભુતામાં પગલાં પાડશે.

લલિતે ટ્વિટર એકાઉન્ટ પર બે ટ્વીટ કર્યા હતા, જેમાં પહેલા ટ્વીટમાં તેણે સુષ્મિતા ને બેટર હાફ જણાવી હતી. આ ઉપરાંત લલિતે લખ્યું હતું કે પરિવારની સાથે માલદીવ્સ.ટુર પૂરી કરીને લંડન પરત ફર્યા છે. મેરી બેટર હાફ સુષ્મિતા સેનની સાથે એક નવી શરૂઆત…હવે એક નવી જિંદગી.. આજે ચંદ્રથી ઉપર છું. આ ટ્વીટ પછી બીજા ટ્વીટમાં લલિતે બીજા ટ્વીટમાં સ્પષ્ટતા કરી હતી કે તેમણે લગ્ન નથી કર્યાં, પણ બંને એકમેકને ડેટ કરી રહ્યાં છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular