Wednesday, July 16, 2025
Google search engine
HomeNewsEntertainment‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પર અમે એક સિરીઝ લઈને આવીશું: વિવેક અગ્નિહોત્રી

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પર અમે એક સિરીઝ લઈને આવીશું: વિવેક અગ્નિહોત્રી

નવી દિલ્હીઃ 1990માં 700 કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાર અને નરસંહારને ધ કાશ્મીર ફાઇલ્સમાં બતાવવામાં આવ્યો છે. આ ફિલ્મમાં પહેલાં ક્યારેય નહીં સાંભળવામાં આવેલી વાતો અથવા જોવામાં આવેલી સચ્ચાઈ બખૂબી દર્શાવવામાં આવી છે, એમ વિવેક અગ્નિહોત્રીએ કહ્યું હતું. તે ફિલ્મના કલાકારો અને પ્રોડ્યુસરની સાથે ફિલ્મ પર મિડિયાથી વાતચીત કરવા માટે નવી દિલ્હીમાં છે.

તેમણે કહ્યું હતું કે તેમને અને તેમની ટીમને સંશોધન કરવા અને ફિલ્મ બનાવવા માટે ચાર વર્ષ લાગી ગયાં હતાં અને ગ્લોબલ પંડિત ડાયાસ્પોરા (GKPD)એ તેમને કાશ્મીરી પંડિતોને શોધવામાં અને શોધવામાં મદદ કરી હતી, જે કાશ્મીરમાં હિંસાના પ્રત્યક્ષ શિકાર હતા. તેમણે કહ્યું હતું કે અમારી પાસે એટલી સામગ્રી છે કે અમે અના પર એક સિરીઝનું નિર્માણ કરી શકીએ છીએ. બધી ઘટનાઓ દિલને હલબલાવી નાખનારી છે.

આ માનવીય વાર્તાઓ છે. અમે વિચારી રહ્યા છીએ કે અમે એક સિરીઝ લઈને આવીશું. સમાજમાંથી આવી વિશે નોંધપાત્ર પ્રતિક્રિયાઓ મળી છે, એ જબરદસ્ત હતી. આ બધી સાચી ઘટનાઓ છે. આ વિશે ભાગ્યેજ કોઈને માલૂમ હશે. જ્યારે અમે આ વિચારની સાથે પ્રારંભ કર્યો ત્યારે અમને વિશ્વાસ નહોતો થતો કે કાશ્મીરી હિન્દુઓની સાથે આવું પણ થયું છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular