Thursday, May 22, 2025
Google search engine
HomeNewsEntertainmentસોનૂ સૂદ બન્યો ‘બેન્ડવાળો’; પ્રશંસકોને આપ્યો ‘સંદેશ’

સોનૂ સૂદ બન્યો ‘બેન્ડવાળો’; પ્રશંસકોને આપ્યો ‘સંદેશ’

મુંબઈઃ કોરોનાવાઈરસને કારણે લોકડાઉનના દિવસોમાં મુશ્કેલીમાં મૂકાઈ ગયેલા લોકો માટે ‘તારણહાર’ બનવા માટે જાણીતો થયેલો બોલીવૂડ અભિનેતા સોનૂ સૂદ હવે એક નવી રીતે ‘મસીહા’ બન્યો છે. એણે એક નવું ‘કામ’ શરૂ કર્યું છે. ઢોલ વગાડવાનું. તેણે પોતાના સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ પર એક વિડિયો શેર કર્યો છે જેમાં એ ઢોલ વગાડતો જોઈ શકાય છે. કેપ્શનનમાં એણે લખ્યું છે, ‘લગ્ન સમારંભ માટે સંપર્ક કરો.’

વાસ્તવમાં, સોનૂ એની ફિલ્મોનું શૂટિંગ કરી રહ્યો છે અને ત્યાં બેન્ડવાળાની ટેલેન્ટ એના ધ્યાનમાં આવી હતી. એટલે પોતે વગાડવા મંડી પડ્યો અને રમૂજ ખાતર એનો વિડિયો શેર કર્યો અને કહ્યું કે લગ્ન સમારંભ વખતે વગાડવા માટે મને બોલાવજો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular