Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsEntertainmentવિરુષ્કાની પુત્રીનું નામ ‘અનવી’ : સોશિયલ મિડિયામાં ચર્ચા

વિરુષ્કાની પુત્રીનું નામ ‘અનવી’ : સોશિયલ મિડિયામાં ચર્ચા

નવી દિલ્હીઃ બોલીવૂડ અભિનેત્રી અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માએ સોમવારે બપોરે પુત્રીને જન્મ આપ્યો છે. આ આનંદના સમાચાર ખુદ પિતા બનેલા વિરાટ કોહલીએ સોશિયલ મિડિયા દ્વારા આપ્યા હતા. એ પછી લોકો તેમને શુભકામનાઓ મોકલી રહ્યા છે. હવે તેમના ફેન્સ સતત એ જાણવા ઇચ્છી રહ્યા છે કે તેમણે તેમની પુત્રીનું નામ શું રાખ્યું છે?

પ્રાપ્ત માહિતી અનુસાર આ કપલે તેમની પુત્રીનું નામ ‘અનવી’ (Anvi) રાખ્યું છે. એ અનુષ્કા અને વિરાટનું નામથી મળીને બન્યું છે. તમને અમે જણાવીએ છીએ કે ‘Anvi’નો અર્થ શો થાય છે.

‘અનવી’ હિન્દુ ધર્મનું નામ છે અને બહુ શુભ માનવામાં આવે છે. દેવી લક્ષ્મીને આ નામથી ઓળખવામાં આવે છે. હવે આ કપલના ઘરે પણ લક્ષ્મી આવી છે તો તેનું નામ પણ કંઈક હટકે હોવું જોઈએ.

વિરાટ કોહલીએ પિતા બનવાના ખુશખબર ટ્વિટર પર આપી હતી. તેણે લોકોના પ્રેમ અને શુભકામનાઓ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. અનુષ્કા અને પુત્રી-બંને બિલકુલ સ્વસ્થ છે. જિંદગીના આ નવા ચેપ્ટર માટે હું સૌભાગ્યશાળી અનુભવ કરી રહ્યો છું. તમે જરૂર સમજશો કે આ સમયે અમને થોડીક પ્રાઇવસીની જરૂર છો. આ સમાચાર પ્રસરતાં જ બોલીવૂડ સ્ટારે વિરુષ્કાને અભિનંદનની વર્ષા કરી હતી. બંનેએ ઇટાલીમાં 11 ડિસેમ્બર, 2017એ લગ્ન કર્યાં હતાં. તેમણે લગ્નનું ફંક્શન બહુ પ્રાઇવેટ રાખ્યું હતું. લોકડાઉન દરમ્યાન કપલે ઘોષણા કરી હતી કે તેઓ માતા-પિતા બનવાના છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular