Thursday, May 22, 2025
Google search engine
HomeNewsEntertainmentઅભિનેતા અમિતાભ દયાલ (51)નું હાર્ટ એટેકથી અવસાન

અભિનેતા અમિતાભ દયાલ (51)નું હાર્ટ એટેકથી અવસાન

મુંબઈઃ હિન્દી ફિલ્મ ‘વિરુદ્ધ’માં અમિતાભ બચ્ચન સાથે ચમકેલા અભિનેતા અમિતાભ દયાલનું હૃદયરોગના હુમલાને કારણે આજે સવારે અવસાન થયું છે. એ 51 વર્ષના હતા. કોરોનાવાઈરસનો ચેપ લાગ્યા બાદ એમને અહીંના વિલે પારલે (વેસ્ટ)સ્થિત નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં આજે સવારે 4.30 વાગ્યે એમણે આખરી શ્વાસ લીધો હતો. આ સમાચારને દયાલના પત્ની અને નિર્માત્રી મૃણાલિની પાટીલ-દયાલે સમર્થન આપ્યું છે. એમણે કહ્યું કે અમિતાભને ગઈ 17 જાન્યુઆરીએ મોટો હાર્ટ એટેક આવ્યો હતો. એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં બાદમાં એમને કોરોના પણ લાગુ પડ્યો હતો. અમિતાભ દયાલનો પરિવાર મૂળ છત્તીસગઢનો રહેવાસી છે. દયાલે હજી ત્રણ દિવસ પહેલાં જ એમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મેસેજ મૂક્યો હતો અને લખ્યું હતું કે પોતે થોડા જ દિવસોમાં સાજા થઈ જશે. એમણે હોસ્પિટલમાં પોતાના રૂમનો વિડિયો પણ શેર કર્યો હતો. દયાલના પરિવારમાં પત્ની મૃણાલિની અને એક પુત્રી છે.

દયાલે 2003માં ઓમ પુરી સાથે ‘કગારઃ લાઈફ ઓન ધ એજ’, 2005માં ‘વિરુદ્ધ’, 2005માં ધર્મેન્દ્ર, રતિ અગ્નિહોરી સાથે ‘દિલ્લગી… યે દિલ્લગી’, 2012માં એક ભોજપુરી ફિલ્મ, 2013માં રાજ બબ્બર સાથે ‘ધુઆં’ ફિલ્મમાં અભિનય કર્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular